મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (15:37 IST)

ગાંધીનગરના અત્યાધુનિક રેલ્વે સ્ટેશન નું વડાપ્રધાન મોદી ઉદ્ઘાટન કરે તેવી શકયતા

ગાંધીનગરમાં બની રહેલ અત્યાધુનિક રેલવે સ્ટેશનનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ રહ્યું છે. તયારે વડાપ્રધાન મોદી 18 જાન્યુઆરીએ આ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે, આ રેલવે સ્ટેશન પર જ 300 રૂમની ફાઈવસ્ટાર હોટેલ પણ તૈયાર થઈ રહી છે,જે હોટેલ ના રૂમમાં બેઠા બેઠા સ્વર્ણિમ સંકુલ અને વિધાનસભા પણ જોઈ શકાશે. આ રેલવે સ્ટેશન દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન બનશે જેમાં મુસાફરોને પ્રાર્થના કરવા માટે એક વિશેષ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ રેલવે સ્ટેશનમાં પ્રાર્થના રૂમ બનાવવામાં આવશે અને મુસાફરો ટ્રેનની રાહ જોવા સમયે પ્રાર્થના કરી શકે છે. આ સાથે આ રેલવે સ્ટેશનમાં મહિલાઓને તેના બાળકને ફિડીગ કરાવવા માટે બેબી ફિડિંગ રૂમનું નિમર્ણિ પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં બની રહેલા રેલવે સ્ટેશનના અનેક આકર્ષણની વિશેષતામાંથી એક છે સોલાર પેનલ. રેલવે સ્ટેશનમાં સોલાર પેનલ લગાવવામાં આવશે જેથી મોટાભાગની વીજળી સોલરમાંથી જ મળી રહેશે. હાલમાં આ રેલવે સ્ટેશન ઉપર ત્રણ પ્લેટફોર્મ છે.  જ્યાં આવવા વાળા મુસાફરોએ એક પ્લેટફોર્મ ઉપરથી બીજા પ્લેટફોર્મ ઉપર જવા માટે એક સ્પેશિયલ ટનલ બનાવવામાં આવી છે. પહેલા પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર મુસાફરો સરળતાથી કોઈ દુર્ઘટના વિના જ જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટનલનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. રેલવેસ્ટેશનમાં જેટલી સુવિધા આપવામાં આવી છે એટલું જ એલિવેશન આકર્ષક બનાવવામાં આવ્યું છે. હોટેલમાં આવતા મુસાફરો માટે અલગ રસ્તાઓ બનાવવામાં આવ્યો છે. અંડરબ્રિજમાં મહાત્મા ગાંધીના જીવનની ઝાંખી થશે. જેમાં મહાત્મા ગાંધીના નાનપણથી લઈને સ્વતંત્રતા સંગ્રામ સુધીની ક્ષણોને જાણી શકાશે. રેલવે સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વારની સામે જ ફાઈવસ્ટાર હોટેલ બનાવવામાં આવ્યું છે અને આકર્ષક ગાર્ડન જોવા મળશે.આ રેલવે સ્ટેશનમાં હોટેલ બનાવવાનું કામ વર્ષ 2017માં શરૂ થયું હતું. હોટેલ બિલ્ડીંગની ઊંચાઈ 77 મીટર છે. પ્રોજેકટમાં હોટેલની સાથે સાથે રેલવે સ્ટેશનના પૂર્ણવિકાસ કરવામાં આવ્યું છે. જેમાં શોપિંગમોલ, રેસ્ટોરન્ટ સહિતની અનેક સુવિધા હશે. આ રેલવે સ્ટેશનનું નિર્માણ ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન (IRSDC) અને રાજ્ય સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ રેલવે સ્ટેશન અનેક રીતે મહત્વનું છે કારણકે તે મહાત્મા મંદિર અને હેલિપેડથી વધુ નજીક છે. ગાંધીનગરમાં દર બે વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત સંમેલન થાય છે. ઉપરાંત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અધિવેશન થતા હોય છે. જેથી દુનિયાભરના લોકો આ રેલવે સ્ટેશનનો લાભ લઇ શકશે. તેમજ દેશી વિદેશી ડેલીગેટ્સને રેલવે સ્ટેશન પાસેની જ ફાઈવ સ્ટાર હોટેલમાં રહેવાની સુવિધા મળી શકશે.