શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 11 નવેમ્બર 2021 (17:45 IST)

GSPCની ગેસ લાઈનમાં લાગી આગ

નવસારી. અહી ગેસ લાઈનમાં ભીષણ  આગની ઘટના બની છે. ગ્રીડ પાસે આવેલા GSPCની ગેસ લાઈનમાં આગ લાગી છે. આગ લાગવાનુ કારણ  હજુ સુધી જાણી શકાયુ નથી. 
 
નવસારી શહેરના ગ્રિડ હાઈવેથી કાલિયાવાડી તરફ જતા મુખ્ય માર્ગ પર ભૂગર્ભમાંથી પસાર થતી CNG લાઈન લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી. જાહેર માર્ગ પર જમીનમાંથી આગની જ્વાળાઓ ઊભી થતાં રસ્તા પર લોકોમાં નાસભાગ મચી હતી. 15 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમે એક કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
 
ફાયરબ્રિગેડ દ્વારા ત્રણ ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.