ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 8 મે 2021 (16:11 IST)

જર્મનીએ ભારતમાં બે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ મોકલ્યા, બંને પ્લાન્ટ દિલ્હીમાં શરુ કરવામાં આવશે

Oxygen Generator Plants

 
કોરોનાની બીજી લહેર ભારત માટે ઘણી જ ભયાવહ સાબિત થઈ રહી છે. આ બીજી લહેરમાં દેશમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી છે. જેથી મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત રહેતી હોય છે. જેના કારણે દેશમાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે દુનિયાના અનેક દેશોએ ભારતને મદદ કરવાનું શરુ કર્યું.જર્મનીએ 2 અદ્યતન ઓક્સિજન જનરેટર પ્લાન્ટ ભારતમાં મોકલ્યા છે. આ ઓક્સિજન જનરેટર પ્લાન્ટ દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે. આ બંને ઓક્સિજન જનરેટર પ્લાન્ટ દિલ્હીમાં શરૂ કરવામાં આવશે. દિલ્હીની સરદાર વલ્લભભાઈ પટેલ કોવિડ હોસ્પિટલ DRDOમાં મુકાશે.આ ઓક્સિજન પ્લાન્ટ જર્મનીના એરફોર્સના વિશાળ ટ્રાન્સપોર્ટેશન પ્લેન A 400Mમાં આવ્યો છે. જેમાં આ પ્લેનએ 2 રાઉન્ડ જર્મનીથી ભારતમાં લગાવ્યા છે.આ ઓક્સિજનની ખાસિયત છે કે આ ઓક્સિજન પ્લાન્ટ હોસ્પિટલમાંના કેમ્પસમાં જ લગાવામાં હોય છે. આ પ્લાન્ટ પ્રતિદિન 4 લાખ લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરી શકે તેવા અદ્યતન પ્લાન્ટ છે. આ પ્લાન્ટને કોઈ રિફીલિંગની જરૂર નથી. આ પ્લાન્ટનું ઈન્સ્ટોલેશનનું કામ યુદ્ધના ધોરણે દિલ્હીમાં થઈ રહ્યું છે.