1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 26 ડિસેમ્બર 2020 (17:50 IST)

2030 સુધી ત્રીજા નંબર પર રહેશે ભારતીય ઈકોનોમી, આ રીતે પાછળ રહી જશે UK, જર્મની અને જાપાન

ભારત 2025 સુધી બ્રિટનને પછાડી ફરી દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને 2030 સુધી ત્રીજા સ્થાન પર પહોંચી જશે. કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત 2020માં ભારતીય અર્થવ્યવસ્થા એક પગથિયુ નીચે સરકીને છઠ્ઠા સ્થાન પર આવી ગઈ છે. ભારત 2019માં બ્રિટનથી ઉપર નીકળીને પાંચમાં સ્થાન પર પહોંચી ગઈ હતી. 
 
બ્રિટનના પ્રમુખ આર્થિક અનુસંધાન સંસ્થાન સેસેંટર ફોર ઈકોનૉમિક એંડ બિઝનેસ રિસર્ચ (સીઈબીઆર)ની વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારત મહામારીના અસરથી રસ્તામાં થોડુ લડખડાયુ છે. જેનુ પરિણામ છે કે ભારત 2019માં બ્રિટનથી આગળ નીકળ્યા પછી આ વર્ષે બ્રિટનથી પાછળ સરકી ગયુ છે.  બ્રિટન 2024 સુધી આગળ કાયમ રહેશે અને ત્યારબાદ ભારત આગળ નીકળી જશે. 
 
એવુ લાગે છે કે રૂપિયો કમજોર થવાથી  2020 માં બ્રિટન ફરી ભારતથી ઉપર આવી ગયુ. રિપોટમાં અનુમાન છે કે 2021 માં ભારતની વૃદ્ધિ 9 ટકા અને 2022માં 7 ટકા રહેશે.  સીઈબીઆરનુ કહેવુ છે કે આ સ્વભાવિક છે કે ભારત જેમ જેમ આર્થિક રૂપથી વધુ વિકસિત થશે, દેશ ની વૃદ્દિ દર ધીમી પડશે અને 2035 સુધી આ 5.8 ટકા પર આવી જશે. 
 
આર્થિક વૃદ્ધિની આ અનુમાનિત દિશા મુજબ અર્થવ્યવસ્થાના આકારમાં ભારત 2025માં બ્રિટનથી, 2027માં જર્મનીથી અને 2030માં જાપાનથી આગળ નીકળી જશે. સંસ્થાનુ અનુમાન છે કે ચીન 2028માં અમેરિકાથી ઉપર નીકળી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા થઈ જશે.  સંસ્થાનુ કહેવુ છે કે ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ કોવિડ  19થી પહેલા જ મંદ પડવા લાગી હતી.  2019માં વૃદ્ધિ દર 4.2 ટકા રહી ગઈ હતી. જે દસ વર્ષની ન્યૂનતમ વૃદ્ધિ હતી.