ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 મે 2021 (10:55 IST)

વિસાવદરની વિરાંગનાએ દીપડાના મોં મોંથી પોતાના બાળકને બચાવ્યો

સ્ત્રી પુરૂષ સમોવડી હોય છે તે વિસાવદરની એક જનેતા સાબિત કરી બતાવ્યું છે. કોર્પોરેટથી રણભૂમિ સુધી સ્ત્રીઓ પોતાનું યોગદાન આપી ચૂકી છે. તેનો ઇતિહાસ સાક્ષી છે. એમાં પણ જો સૌરાષ્ટ્ર વાત આવે અને 14 વર્ષની ચારણકન્યાને કેમ ભૂલી શકાય. ત્યારે આવો જ એક કિસ્સો વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામેથી સામે આવ્યો છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર વિસાવાદર તાલુકાના પ્રેમમરા ગામે રાત્રે પોતાની માતાની બાજુમાં સુતો હતો. ત્યારે અચાનક ઘરમાં દિપડો ઘૂસી ગયો હતો. દિપડાએ બાળકને પર હુમલો કર્યો તો બાળકે ચીસાચીસ શરૂ કરી દીધી. જેથી તેની માતા જાગી ગયો. તેણે જોયું કે દિપડાએ તેના પુત્રનું માથું પકડ્યું છે તો તેણે પુત્ર પગ પકડીને પોતાના પુત્રનો જીવ બચાવી લીધો. 
 
આ દરમિયાન ઘરના અન્ય સભ્યો પણ જાગી જતાં દિપડો બાળકને મુકીને નાસી ગયો હતો. ત્યારબાદ તાત્કાલિક મહિલાના બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને દીપડાને પકડવા માટે પાંજુરું મુકવામાં આવ્યું હતું.
 
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અવાર નવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. જંગલી પ્રાણીઓ ગામની પ્રવેશી જતાં હોય છે. અવાર નવાર માનવીઓ હુમલા કરતા હોય છે.