રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 29 ડિસેમ્બર 2023 (18:58 IST)

દારૂની છૂટ મળતાં જ ગિફ્ટ સિટીમાં તેજી આવી, પાંચ જ દિવસમાં થયા 500 કરોડથી વધુના પ્રોપર્ટી સોદા

Gift City boomed after liquor concession
Gift City boomed after liquor concession

gift city
ગુજરાતમાં ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી દારૂની છૂટ બાદ ફક્ત પાંચ જ દિવસમાં 500 કરોડ રૂપિયાના સોદા થયા છે. સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં કાર્યરત કંપનીઓ અને બેન્કિંગ સેક્ટર્સની કચેરીઓના કાયમી કર્મચારીઓ તથા તેમના માન્ય મુલાકાતીઓને કેટલીક શરતોને આધીન ગિફ્ટ સિટીમાં જ વાઈન અને ડાઈનની છૂટ આપવાનો નિર્ણય લીધો છે.