મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 28 ડિસેમ્બર 2023 (16:57 IST)

ગુજરાત સરકાર અન્ય વિસ્તારોમાં દારૂની છૂટછાટ મુદ્દે લઈ શકે છે મોટો નિર્ણયઃ મંત્રી ઋષિકેશ પટેલ

 issue of relaxation of liquor
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વાઈન અને ડાઈન સુવિધા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરીને રાજ્ય સરકારે દારૂ પીવાની છૂટ આપી છે. ત્યારે ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલે અગાઉ આ મુદ્દે મીડિયા સમક્ષ નિવેદન આપતાં જણાવ્યુ હતું કે, રાજ્યના અન્ય શહેરોમાં દારૂની છૂટ મુદ્દે વિચાર કરવામાં આવશે. ત્યારે આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,ધોરડો, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર થઇ રહ્યો છે.

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે દારૂની છૂટને લઇને જણાવ્યું કે,રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ છૂટ અંગે વિચાર કરાઇ રહ્યો છે. ઉદ્યોગો અને પ્રવાસનના મહત્વના સ્થળો પર દારૂની છૂટ અપાઇ શકે છે. લિકર પરમીટની છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી "વાઈન એન્ડ ડાઈન" આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે.