1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 નવેમ્બર 2021 (08:25 IST)

ગીર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટિ સહિત ગુજરાતના પર્યટન સ્થળો પર 25 લાખથી વધુ લોકો ઉમટ્યા

Gir statue of Unity
4 દિવસની દિવાળીની રજાઓએ રાજ્યભરના પર્યટન સ્થળોને જીવંત કરી દીધા છે. કોરોનાના લીધે બે વર્ષથી ફરવા ન જઇ શકતા લોકોએ આ તહેવારોમાં રજાઓમાં યાત્રાનો ભરપૂર આનંદ માણ્યો. રાજ્યમાં એકપણ સ્થળ એવું નથી જ્યાં પર્યટકોની હાજરી નથી. સોમનાથ, ગિર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સફેદ રણ સહિત ગુજરાતના પર્યટન સ્થળો પર 25 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા છે. હેરિટેઝ સ્થળ જાહેરત કરવામાં આવેલા ધોળાવીરામાં પર્યટકો પણ ઉમટ્યા. ગીર જંગલ સફારીમાં ઓનલાઇન બુકિંગ ફૂલ થઇ ગઇ છે. 
 
ગુજરાતના સૌથી પ્રસિદ્ધ પર્યટન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને 4 દિવસની દિવાળીની રજાઓમાં 2 લાખ પર્યટકોએ જોયું. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાને જોવા માટે દેવ દેવાળી સુધી ટિકિટ અને હોટલ 90 ટકા બુક છે. મોઢેરાના ઐતિહાસિક સૂર્ય મંદિરમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા.  
 
સોમનાથ, દ્વારકા, પાવાગઢ, અંબાજી જેવા પ્રસિદ્ધ મંદિરોમાં મોટી સંખ્યામાં લોકોએ દર્શન કર્યા. સાપુતારા પણ પ્રવાસીઓની પસંદ રહી. ગુજરાતીઓએ ગુજરાતની બહારના સ્થળોએ પણ પ્રવાસ કર્યો. રાજસ્થાન અને ગોવા સહિત દેશના ઘણા સ્થળોએ પ્રવાસીઓએ વચ્ચે ગુજરાતી લોકોની સંખ્યા વધુ હતી. જેસલમેર, ઉદેપુર, માઉન્ટ આબૂ સૌથી લોકપ્રિય છે.