મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 ઑક્ટોબર 2021 (10:08 IST)

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ, કોરોના વાયરસના સંક્રમણને જોતા લેવાયો નિર્ણય

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને રાખતા આ વખતે અનેક તહેવારોના આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ વર્ષે સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે પાંચ દિવસ સુધી કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરવામાં આવે છે. હજારો શ્રધ્ધાળુઓ આ મેળામાં ભાગ લેતા હોય છે.ત્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે આ મેળાના આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.