ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 માર્ચ 2021 (17:41 IST)

છોકરા સાથે બેસેલી છોકરીને લોકોએ જાનવરોની જેમ મારી, તેને એકલી છોડીને ભાગી ગયો બોયફ્રેંડ

રાજસ્થાનના ભરતપુરથી એક ભયાનક ઘટના સામે આવી છે. અહી એક છોકરીને ફકત તેથી સજા આપવામા આવી કારણ કે તે પોતાના બોયફ્રેંડને મળવા ગઈ હતી. ગુસ્સામાં આવેલા લોકોએ માસૂમને માર મારીને અધમરી કરી નાખી. નવાઈની વાત તો એ છે કે તે છોકરાએ પણ પોતાની ગર્લફ્રેંડનો સાથ ન આપ્ય અને તક મળતા જ ત્યાથી ભાગી ગયો. 
 
સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર યુવતી પોતાના બોયફ્રેંડ સાથે એક સુમસામ સ્થાન પર બેસીને વાત કરી રહી હતી. ત્યારે ત્યાના લોકોની નજર એ બંને પર પડી. ગામના લોકોએ સમજ્યા વિચાર્યા વગર એ બંનેને પકડી લીધા અને મારપીટ શરૂ કરી. છોકરો તો જેમ તેમ કરીને ત્યાથી ભાગી નીકળ્યો પણ છોકરી બચી ન શકી અને લોકોના ગુસ્સાનો ભોગ બની. 
 
આ દર્દનાક ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમા ગામના લોકો છોકરીને ઢોર માર મારતા દેખાય રહ્યા છે. મામલો સામે આવ્યા પછી ભરતપુર પોલીસે આ મામલાની નોંધ લીધી છે અને વીડિયોના આધાર પર કેસની તપાસ શરૂ કરી દીધી. એસપી દેવેન્દ્ર બિશ્નોઈ એ કહ્યુ કે જે રીતે વાયરલ વીડિયોમાં એક યુવતી સાથે લોકો દ્વારા મારપીટ કરવામાં આવી રહી છે તેની તપાસ થશે. 
 
આ ઘટના પરથી દરેક છોકરીઓએ સબક લેવો જોઈએ કે જે બોયફ્રેંડ તમારી રક્ષા ન કરી શકે અને મુલાકાતોમાં મોટી મોટી વાતો કરનારા છોકરા તમને મુસીબત સમયે સાથ ન આપી શકે એવા છોકરાઓને સબક શિખવાડવો જોઈએ અને આવા છોકરાઓ સાથે દોસ્તી ન કરવી જોઈએ . આ ઠીક છે કે ગામના લોકોએ માર માર્યો છે.. આવી સુમસામ જગ્યાએ કોઈ અન્ય લોકોએ આવીને છોકરી સાથે કંઈ કર્યુ હોત તો કોણ જવાબદારી લેત...?