1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 માર્ચ 2021 (10:43 IST)

ભાવનગરમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, લાખોની મતા બળીને ખાખ

fire in bhavnagar
ભાવનગરના કુંભારવાડામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફેકટરીમાં પ્લાસ્ટિક હોવાથી વહેલી સવારે અચાનક આગ લાગતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાના પગલે આજુબાજુમાં આવેલી અનેક પ્લાસ્ટિકની ફેક્ટરી ધારાકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ આગના બનાવને પગલે ફાયર બ્રિગેડનો સ્ટાફ તાબડતોડ દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી પરંતુ ફેકટરીમાં રહેલી લાખોની મટતા બળીને ખાખ થઇ ગઈ હતી.