સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 માર્ચ 2021 (12:34 IST)

પતિની સામે પૂર્વ પતિના ભાઈએ 4 લોકો સાથે મળીને મહિલા સાથે કર્યુ દુષ્કર્મ

રાજસ્થાનના વારન જીલ્લામાં પતિ સામે એક મહિલા સાથે  5 લોકોએ કથિર રૂપે ગેંગરેપ કર્યો. પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની છે જ્યારે એક 30 વર્ષીએય પીડિત મહિલા પોતાના પતિ અને 8 વર્ષની બહેન સાથે બાઈક પર ઘરે પરત ફરી રહી હતી. એ સમયે 5 લોકો મહિલાને ખેતરમાં લઈ જઈને તેની પર બળાત્કાર કર્યો. 
 
મહિલા વારનમાં જ બાલાજી મંદિરમાં દર્શન કરીને પરત આવી રહી હતી. એસપી વિનીત કુમાર બંસલે જણાવ્યુ કે મહિલાનો અરોપ છે કે બળાત્કાર કરનારા 5 આરોપીમાં તેના પૂર્વ પતિના ભાઈનો પણ સમાવેશ હતો. મહિલાએ જણાવ્યુ કે પાંચેયએ તેમની બાઈકને બારન-અટરૂ હાઈવે પર રોક્યા. 
 
ત્યારબાદ આરોપી મહિલા અને તેના પતિને નિકટના ખેતરમાં લઈ ગયો. આરોપીઓએ પતિને બાંધી દીધો અને પછી તેની સામે જ મહિલા પર દુષ્કર્મ કરીને ફરાર થઈ ગયા. 
 
પછી મહિલા પોતાના પતિ સાથે સદર પોલીસ સ્ટેશન પહોચી અને ત્યા ફરિયાદ નોંધાવી. 
 
પોલીસે જણાવ્યુ કે મહિલાની મેડિકલ તપાસ કરવામાં આવી છે અને તેનુ નિવેદન પણ નોંધી લેવામાં આવ્યુ છે. પોલીસ હાલ આરોપીઓની શોધ કરી રહી છે. પોલીસે જણાવ્યુ કે મહિલા અને તેના પૂર્વ પતિંના પરિવારે પહેલા પણ એકબીજા પર કેસ કર્યા હતા. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.