1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 મે 2023 (15:55 IST)

ગિરનાર પર વહેલી સવારથી ભારે પવન અને વરસાદી વાતાવરણ સર્જાતા રોપ-વે બંધ રખાયો

girnar ropway
રાજ્ય હાલ ઋતુ પારખવી મુશ્કેલ બન્યો છે ત્યારે ક્યારેક તડકો તો ક્યારેક વરસાદ ત્યારે. ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપવે બંધ રાખવામાં આવ્યો છે. જેથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ વે બંધ કરવામાં આવ્યો છે. માં અંબાના દર્શને આવતા પ્રવાસીઓ ગિરનારની સીડીઓ ચડવા મજબૂર થઇ રહ્યા છે. જેના કારણે પ્રવાસીઓ હાલાકીનો સામનો કરી શકે છે.ગિરનાર પર્વત પર આજ સવારથી જ પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માતાના દર્શને આવેલા લોકોને ભારે પવનના કારણે પગથિયાં ચડવા મજબૂર બન્યા છે. ત્યાં ચાલતો રોપ વે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. જો પવનની ગતિ નરમ પડશે અને વાતાવરણ શુદ્ધ થતા રોપવે શરૂ કરવામાં આવશે.