ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 ઑક્ટોબર 2020 (11:51 IST)

સુરતમાં આકાશમાંથી વરસ્યા 'સોના'ના બિસ્કીટ, વિણવા માટે લોકોએ દોડ મૂકી

સુરત શહેરના એક ગામમાં સોનાનો વરસાદ થયો અને લોકો સોનું વિણવા માટે ઘરેથી નિકળી રોડ પર આવી ગયા છે. અમે આમ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રાત્રે સુરત એરપોર્ટની પાસે ડુમ્મસ ગામના કંઇક એવી વસ્તુ મળી રહી છે જે જોવામાં સોના જેવી છે. 
 
સોના જેવી દેખાતી આ ધાતુ કઇ છે રસ્તા પર અને આસપાસની ઝાડીઓમાં આ ક્યાંથી આવી છે તે ખબર નથી. જો જે વસ્તુ જેના હાથ આવી રહી છે તે સોનું સમજી પોતાની સાથે લઇ જાય છે. 
 
સોનું મળવાની વાત ગામમાં વાયુવેગે પ્રસરી રહી છે. લોકો સોનું વિણવા માટે ડુમ્મસ ગામ ઉમટી પડ્યા છે. અહીં લોકો રાત્રે ટોર્ચ લઇને સોનું શોધી રહ્યા છે. સ્થાનિક લોકો જણાવે છે કે રાત્રે કેટલાક લોકો અહીં પગપાળા આવી રહ્યા હતા ત્યારે તેમને આ ચમકતી વસ્તુ મળી. 
 
તેમણે ગામના લોકોને તેની જાણકારી આપી અને અહીં  લોકો આ સોના જેવી ચમકતી વસ્તુ શોધવા માટે નિકળી પડ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે આ ચમકતી વસ્તુ સોનું છે કે પીત્તળ તે કોઇને ખબર નથી. જ્યારે કેટલાક લોકો તેને સોનું માનીને અહીં શોધી રહ્યા છે. 
 
અહીંયા સોનું શોધવા માટે આવેલા સુરતના મોહનનું કહેવું છે કે અહીં કાલે રાત્રે કેટલાક લોકોને સોનું મળ્યું હતું, ત્યારબાદ બધાને ધીમે ધીમે આ વાત ખબર પડવા લાગી. રસપ્રદ વાત એ છે કે સોનું છે કે પિત્તળ અત્યાર સુધી કોઇને ખબર નથી. પરંતુ લોકો હવે સોનું શોધવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.