શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 3 ઑક્ટોબર 2020 (10:13 IST)

સુરત: સેનિટાઇઝર સળગે છે કે નહી, પ્રયોગ કરતાં દુકાનમાં લાગી આગ

સુરત શહેરના પાલનપુરગામ સ્થિત એક એપાર્ટમેન્ટમાં ચોથા માળે ઓનલાઇન કામ કરનારની દુકાનમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે સેનિટાઇઝર પર પ્રયોગ કરવાના કારણે આગ લાગવાની સંભાવના છે, એવી ચર્ચા ચાલી રહી છે. 
 
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી અનુસાર પાલનપુર ગામમાં ફાયર સ્ટેશનની પાસે સેવિયોન શોપિંગ સેન્ટરના ચોથા માટે આવેલી દુકાનમાં ઓનલાઇન વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. ગઇકાલે સાંજે અચાનક આગ લાગી હતી. આ અંગે ફાયર બ્રિગેડના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, ફાયરબ્રિગેડના જવાનો તથા અડાજણ, મોરભાગલ, પાલનપુર ફાયરસ્ટેશને હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે ઘટનાસ્થળ પહોંચી ગયા. 
 
ફાયરકર્મીઓને એક કલાકથી ઓછા સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેથી આસપાસના દુકાનદારો સહિત અન્ય લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગમાં 19 વર્ષીય સોહમ શાહના બંને હાથ સળગી ગયા હતા. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 
 
ફાયર વિભાગના સૂત્રોના અનુસાર સ્થાનિક લોકો કહી રહ્યા છે કે યુવક સેનિટાઇઝર સળગે છે નહી તે પ્રયોગ કરી રહ્યો હતો અથવા એક વ્યક્તિ સિગરેટ પીવા ગયો હતો. જોકે સેનિટાઇઝર પર પ્રયોગ કરવાના કારણે આગ લાગવાની ચર્ચા છે. પરંતુ આગ લાગવાનું સાચું કારણ તપાસ બાદ સ્પષ્ટ થશે.