ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (12:22 IST)

સુરતમાં કોરોનાની સારવારમાં સાજા થયેલા લોકોને પણ ફરી ઇન્ફેકશનનું જોખમ

સુરતમાં કોરોનાની સારવારમાં સાજા થયેલા લોકોને પણ ફરી ઇન્ફેકશનનું જોખમ છે. તે માટે  સુરત મ્યુનિ. દ્વારા કોવિડ ફોલોઅપ સેન્ટર શરૂ કરાશે. પરપ્રાંતથી અંદાજે 1.34 લાખ કારીગરો પરત આવ્યા બાદ ટેક્સટાઇલ ઉદ્યોગમાં સંક્રમણ વધી રહયું છે. સુરતમાં રીકવરી રેટ 90 ટકા થયો છે અને મૃત્યુ દર 2.5 ટકા સુધી ઘટયો છે. પણ કેસોની સંખ્યા સતત વધી રહી છે. તેમજ સાજા થયેલા દર્દીઓને પણ ફરી ઇન્ફેશન થવાનું જોખમ વધીરહ્યું છે. સાજા થયાં હતા તેવા લોકોને અનેક શારીરિક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. સાજા થયેલા દર્દીઓ કેટલાક મહિના બાદ હૃદય, ફેંફસા અને શ્વાચ્છોશ્વાસની મુશ્કેલી અનુભવી રહ્યાં છે. જેથી મ્યુનિ. તંત્ર કોવિડ ફોલોઅપ સેન્ટર શરૂ કરશે. કોવિડમાંથી સારા થયાં બાદ જે તકલીફ થઈ રહી છે તે શા કારણે થાય છે તેની માહિતી મેળવાશે. સુરત બહારથી સિટીમાં આવી રહેલા લોકોમાં પોઝિટિવ કેસો વધુ જોવા મળી રહ્યા છે. ચેકપોસ્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર ચેકિંગમાં કુલ 19,394 ટેસ્ટમાં 380 કોરોના પોઝિટિવ આવ્યા છે.જ્યારે ગુજરાત બહારથી આવતા 55,048 લોકોના ટેસ્ટમાં 81 પોઝિટિવ કેસ મળ્યા છે. હાલમાં 1.34 લાખ જેટલા શ્રમિકો સુરતમાં પાછા આવ્યા છે તેમાં રોજ ટેસ્ટિંગ થઇ રહ્યા છે. ટેક્સટાઇલ ઉદ્યોગના 7660 લોકોનો ટેસ્ટ કરાયો તેમાં 187 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ટેક્સટાઇલ માર્કેટમાં સંક્રમણનું પ્રમાણ વધી રહયું છે. આ પહેલા ડાયમંડ ઉદ્યોગમાં 9981 ટેસ્ટ પૈકી 329 કોરોના પોઝિટિવ દર્દી મળ્યા હતા.હાલ વિદેશ અને દેશના કેટલાક શહેરોમાં કોરોનાનો બીજો તબક્કો શરૂ થયો છે.  આ તબક્કો સુરતમાં શરૂ ન થાય  તે માટે તમામ લોકોએ ખાસ કાળજી લેવાની જરૂર છે. હાલ શનિ-રવિવારના રોજ બહાર નિકળીને એક બીજાને મળી રહ્યાં છે. આવા લોકોએ વેક્સીન ન આવે ત્યાં સુધી સંયમ રાખી સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ જરૂરી છે.