સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (15:53 IST)

સુરતમાં 1 કરોડ 33 લાખનાં પ્રતિબંધિત MD ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા

છેલ્લા થોડા દિવસોથી સુરતમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં પોલીસને સફળતા મળી રહી છે. યુવાનો નશાની લતના શિકાર ન બને એ માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં ડીસીબીએ ત્રણ જગ્યાએ રેડ કરી હતી, જેમાં ડ્રગ્સ વેચવા જતાં અને પોતાની પાસે રાખનારા ત્રણ આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે, સાથે જ આરોપીઓને ડ્રગ્સ આપનાર ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ડુસમ ગામના રોડથી કુવાડા ટી પોઈન્ટ પાસેથી સલમાન ઉર્ફે અમન મોહમ્મદ હનીફ ઝવેરીને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે આદિલ નામના શખસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સલમાન પાસેથી પોલીસે 1011.82 ગ્રામ MD ડ્રગ્સ જેની કિંમત અંદાજે 1,01,18,200 તથા મોબાઈલ ફોન નંગ 5 કુલ કિંમત 38,000 તથા રોકડા રૂપિયા 12,710 તથા ડિજિટલ વજન કાંટા નંગ-2 તથા કાર સહિત કુલ 1,04,19,410ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. સલમાન સાથે ધંધામાં ભાગીદાર એવા આદિલને વોન્ટેડ જાહેર કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વરાછા ભવાની સર્કલ નજીક પટેલનગરના નાકે જાહેરમાંથી આરોપી વિનય ઉર્ફે બન્ટી કિશોરભાઈ પટેલ  મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો છે, જ્યારે રોહનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બંટી પાસેથી કુલ 17.5 ગ્રામ અંદાજે કિંમત 1,75, 000 નાની-મોટી ખાલી કોથળીઓ નંગ 26 મોબાઈલ, કાર મળી કુલ 8,90,000નો મુદ્દામાલ ઝડપી લઈને રોહનને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડીસીબીએ સરથાણા કેનાલ રોડ પર આવેલા પુણા સીમાડાના શાયોના પ્લાઝા શોપિંગ સેન્ટરની દુકાન નંબર 107,108માંથી સંકેત શૈલેશ અસલાલિયાને ઝડપી લીધો છે, જ્યારે સલમાન ઝવેરીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બંટી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો 304.98 ગ્રામ જથ્થો, જેની કિંમત અંદાજે 30,49,800 તથા મોબાઈલ ફોન રોકડા મળી કુલ 31,22,360નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, સાથે સલમાન ઝવેરીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.