બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (17:53 IST)

સુરતમાં વરરાજા અનોખી રીતે CAAને કર્યું સમર્થન, વીડિયો થયો વાયરલ

દરેક ઇચ્છે છે કે તેના લગ્ન શાનદાર અને યાદગાર રહે. તેના માટે લોકો અલગ-અલગ રીત અપનાવે છે. એટલા માટે ગુજરાતના સુરતમાં એક વરરાજાએ પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઇક આવું કર્યું જેને જાણીને તમે આશ્વર્ય પામશો. આ વરરાજાએ પોતાના લગ્નમાં કોઇ વીઆઇપી ગેસ્ટ ન હતું. પરંતુ એક ગાય હતી. 
 
સુરતમાં નવવધૂના ઘરવાળા જાન આવવાની રાહ જોઇ રહ્યા હતા. જ્યારે વરરાજા જાન લઇને પહોંચ્યા તો ગભરાઇ ગયા. લગ્નમાં વરરાજાની આગળ શણગારેલી ગાયો ચાલી રહી હતી. વરરાજાએ ગાયને પોતાના વીઆઇપી ગેસ્ટ બનાવ્યા હતા. 
વરરાજા જે ઘોડા પર સવાર હતા. તેની આગળ ગાય માતા પોતાના વાછરડા સાથે ચાલી રહી હતી. એટલું જ નહી વરરાજાના હાથમાં જે મહેંદી લગાવી હતી તે પણ ખાસ હતી. ધ્યાનથી જોશો તો ખબર પડશે કે તે વડાપ્રધાન નરેંદ્ર મોદીની સરકાર દ્વારા લાવવામાં આવેલા નાગરિકતા સંશોધન કાનૂન (CAA)નું સમર્થન કરી રહ્યો હતો. 
 
સુરતના રોહિત અને અભિલાષાના લગ્ન શહેરમાં ચર્ચાનો વિષય બની ગયા છે. તેમના લગ્નમાં હિંદુ પરંપરા અને સંસ્કૃતિને જાળવીએ રાખવા માટે વૈદિક પરંપરાઓનું પાલન કરવામાં આવ્યું. 130 બ્રાહ્મણોએ તેમના લગ્નમાં મંત્રોચ્ચાર કર્યા. 
 
વરરાજા રોહિતે કહ્યું હતું કે CAA ને લઇને જે ભ્રમ ફેલાઇ રહ્યો છે. તેના માટે મેં લોકોને જાગૃત કરવા માટે મહેંદી લગાવી છે. રોહિત અને અભિલાષાના લગ્નમાં પર્યાવરણનું  ધ્યાન રાખવામાં આવ્યું હ હતું. ત્યાં માટીના વાસણોમાં લોકોને પાણી અને ભોજન પીરસવામાં આવ્યું હતું. 
 
રોહિત અને અભિલાષાના લગ્નમાં ન તો કોઇ વેસ્ટર્ન સંગીત વાગ્યું ના તો ડીજે. લગ્નમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ગીત વગાડવામાં આવ્યા. સાથે જ લગ્નનું આમંત્રણ કાર્ડ પણ સંસ્કૃત ભાષામાં છપાવવામાં આવ્યું હતું.