1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 માર્ચ 2022 (21:37 IST)

12માં ધોરણના વિદ્યાર્થીનુ પરીક્ષાના દિવસે મોત, ચાલુ પરીક્ષાએ આવ્યો હાર્ટે એટેક, સારવાર દરમિયાન મોત

આજે પરીક્ષા દરમિયાન રખિયાલમાં આવેલી શેઠ સી.એલ.સ્કૂલમાં ધોરણ-12ના કોમર્સના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. જેને પગલે અમાન આરીફ શેખને સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.
 
 
વિદ્યાર્થીને વેન્ટીલેટર પર રખાયો હતો
અમાન આરીફ શેખ એકાઉન્ટનું પેપર લખી રહ્યો હતો, ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો અને ઉલટી થવા લાગી હતી. ત્યારબાદ તેને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો.
 
પરીક્ષાની શરૂઆતમાં જ ઉલટી થઈ હતી
 
ગોમતીપુરમાં રહેતો અમાન આરીફ શેખ નામનો વિદ્યાર્થી રખિયાલની સી.એલ. સ્કૂલમાં પરીક્ષા આપવા આવ્યો હતો. આ દરમિયાન પરીક્ષાની શરૂઆતમાં જ વિદ્યાર્થીને ઉલટી થઈ હતી. જે બાદ ચેસ્ટ પેઈન થયું હતું. જેને પગલે વિદ્યાર્થીને તુરંત જ સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 

પરીક્ષાની શરૂઆતમાં જ ઉલટી થઈ હતી
ગોમતીપુરમાં રહેતો અમન આરીફ શેખ નામનો વિદ્યાર્થી રખિયાલની સી.એલ. સ્કૂલમાં પરીક્ષા આપવા આવ્યો હતો. આ દરમિયાન પરીક્ષાની શરૂઆતમાં જ વિદ્યાર્થીને ઉલટી થઈ હતી. જે બાદ ચેસ્ટ પેઈન થયું હતું. જેને પગલે વિદ્યાર્થીને તુરંત જ સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
 
ક્યારે શું થયું?
 
વિદ્યાર્થીને પરીક્ષા શરૂ થયા બાદ અંદાજે 3:34 કલાકે ઉલટી થઈ
ઉલટી થયા બાદ વિદ્યાર્થી ફરી પરીક્ષા આપવા બેઠો
થોડીવાર પછી વિદ્યાર્થીને પરસેવો થયો
સુપરવાઇઝરે આચાર્યને બોલાવ્યા
આચાર્યએ વિદ્યાર્થીની સ્થિતિ જોઈએ 4.38 કલાકે 108ને ફોન કર્યો અને 4.45એ 108 એમ્બ્યુલન્સ પરીક્ષા કેન્દ્ર પર આવી
વિદ્યાર્થીને તપાસતા હાઈ બીપી આવ્યું
ત્યારબાદ વિદ્યાર્થીને 108માં શારદાબેન હોસ્પિટલ લઈ જવામાં આવ્યો
જ્યાં વિદ્યાર્થીની હાલત ગંભીર વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો
સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું
 
2018માં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીનું મોત થયું હતું
 
વર્ષ 2018માં આંકલાવમાં ધોરણ 12ના વિદ્યાર્થીનું ચાલુ પરીક્ષાએ મોત થયું છે. સંસ્કૃતનું પેપર લખી રહ્યો હતો એ દરમિયાન અચાનક ચક્કર આવવાથી નીચે પડી ગયા બાદ વિદ્યાર્થીનું મોત થયું હતું. નીચે પડી ગયેલા વિદ્યાર્થીને આંકલાવની રેફરલ-સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
 
અમદાવાદ શહેરમાં 30 હજારથી વધુ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી
અમદાવાદમાં ધો.10ના 59,285 જ્યારે ગ્રામ્યમાં 48,409 વિદ્યાર્થી છે. એ જ રીતે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં શહેરમાં 7652 અને ગ્રામ્યમાં 5260 વિદ્યાર્થી છે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં અમદાવાદના 30,493 અને ગ્રામ્યના 22044 વિદ્યાર્થી પરીક્ષા આપશે. ધો.10 અને 12માં શહેર અને ગ્રામ્યના મળી અંદાજે 1.73 લાખ વિદ્યાર્થી છે. પરીક્ષા 12 એપ્રિલ સુધી ચાલશે.