1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. GSRTC DA Hike

જીએસઆરટીસી કર્મચારીઓ માટે દિવાળી ભેટ: CM ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં કર્યો 2%નો વધારો

ST Employees DA
ST Employees DA

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી)ના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખુશખબરરૂપ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં ૨ ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ નવા વધારા બાદ હવે કર્મચારીઓને 58  ટકાના બદલે 60 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.

 એરિયર્સની ચુકવણીથી કર્મચારીઓને મળશે આર્થિક લાભ

રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાત એસટી નિગમના હજારો કર્મચારીઓને મોટી આર્થિક રાહત મળશે. અગાઉ જૂન 2026 માં મોંઘવારી ભથ્થું ૩ ટકા વધારીને 58  ટકા કરવામાં આવ્યું હતું, અને હવે તેમાં વધુ 2 ટકાનો ઉમેરો થયો છે. નિયમિત મોંઘવારી ભથ્થા ઉપરાંત કર્મચારીઓને વધારાના ડીએના એરિયર્સની પણ ચુકવણી કરવામાં આવશે, જેનાથી તેમને વિશેષ નાણાકીય લાભ પ્રાપ્ત થશે.

 

 નિયમો અને પાત્રતા અંગેની મહત્વની વિગતો

નોંધનીય છે કે મોંઘવારી ભથ્થું હંમેશા કર્મચારીના મૂળ પગાર પર જ ગણતરી કરવામાં આવે છે, જેમાં ઘરભથ્થું કે અન્ય ભથ્થા સામેલ હોતા નથી. એસ.ટી. નિગમમાં શરૂઆતમાં ફિક્સ પગાર પર જોડાતા કર્મચારીઓને આ મોંઘવારી ભથ્થાનો લાભ મળતો નથી. આ વિશેષ આર્થિક લાભ માત્ર રેગ્યુલર પે-સ્કેલ મેળવતા નિયમિત કર્મચારીઓને જ મળવાપાત્ર રહે છે.
 
આગળનો લેખ
દિવાળી પહેલા ખાંડના ભાવમાં વધારો: તહેવારોની મોસમ દરમિયાન 6 દિવસમાં ભાવમાં 14%નો વધારો, જેનાથી ખિસ્સા પર ભારણ પડ્યું