સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 ઑક્ટોબર 2023 (14:55 IST)

ગુજરાત એટીએસએ આણંદમાંથી પાકિસ્તાની જાસૂસને પકડ્યો, ભારતની આર્મીની માહિતી મોકલતો હતો

Gujarat ATS
પાકિસ્તાનની જાસુસી સંસ્થા માટે જાસુસી કરતા એક યુવકને ગુજરાત એટીએસએ આણંદથી ઝડપી પાડ્યો છે, આ યુવક ભારતના નંબરો મારફતે ઈન્ડિયન આર્મીના નંબર પાકિસ્તાન સુધી પહોંચાડતો હતો અને એક ટેકનોલોજીની મદદથી ડિફેન્સના કર્મચારીઓના ફોનમાં ટ્રોઝન કરીને ઇન્ફોર્મેશન પાકિસ્તાન સુધી મોકલતો હતો. જેના બદલામાં તેને મોટી રકમ મળતી હતી.

હાલ આ યુવકને ગુજરાત એટીએસએ ઝડપીને મહત્વની સફળતા મેળવી છે. આરોપી હાલ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે અને તેની ઊલટ તપાસ થઈ રહી છે.ગુજરાત એટીએસએ પાકિસ્તાન માટે જાસુસી કરતા લાભશંકર મહેશ્વરી નામના શખસની આણંદથી ધરપકડ કરી છે. આ વ્યક્તિ કેટલાક મોબાઈલ નંબર મારફતે પાકિસ્તાનને માહિતી પૂરી પાડતો હતો. જેના બદલામાં તેમને પાકિસ્તાનથી રકમ પણ મળતી હતી. ફોનમાં ટ્રોઝન કરીને ઇન્ડિયન આર્મીના અધિકારીઓના ફોનમાંથી ડિટેઇલ મેળવી આ વ્યક્તિ પાકિસ્તાનને મોકલતો હતો.

ગુજરાતી એટીએસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપી ઘણા સમયથી જાસુસ તરીકે કામ કરતો હતો અને તે મોબાઈલ નંબર અને ભારતીય આર્મીના અધિકારીઓના ફોનમાંથી ડિટેઇલ અને તેમની ડિટેઇલ જાસૂસી કરીને પાકિસ્તાનને પહોંચાડવાનું કામ કરતો હતો. ઘણા સમયથી ચાલતી આ ગતિવિધિની જાણ સેન્ટ્રલ એજન્સીને મળી હતી અને સેન્ટ્રલ એજન્સીએ આ વ્યક્તિનો નંબર આતરીને તેની મહત્વની વિગત ગુજરાત એટીએસને સોંપી હતી. જે વિગતના આધારે ગુજરાતી પીએસ દ્વારા ઉમેશ મહેશ્વરી ને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે, તેની પાસેથી કેટલા અધિકારીનો ડેટા અને ફોનની વિગત પાકિસ્તાન પહોંચાડી તે મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.