સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 ઑક્ટોબર 2023 (14:49 IST)

Patan News - પાટણમાં મામીએ તેના રિક્ષાચાલક પ્રેમીને 13 વર્ષની ભાણીને સોંપી દીધી, હેવાને બળજબરીથી દુષ્કર્મ આચર્યું

ઉત્તર ગુજરાતના પાટણમાં સગી મામીએ 13 વર્ષની ભાણીને તેના રિક્ષા ચાલક પ્રેમીને સોંપીને રિક્ષાચાલકે ભાણી પર દુષ્કર્મ કર્યું હતું.પોલીસે આરોપી મામી અને તેના પ્રેમી રિક્ષાચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પાટણમાં રહેતી મામી સાથે 13 વર્ષની ભાણી રિક્ષામાં ફરવા ગઈ હતી. આ દરમિયાન એક અવાવરૂ જગ્યાએ રિક્ષાચાલકે રિક્ષા ઉભી કરી દીધી હતી. આ દરમિયાન તેની મામીએ કહ્યું હતું કે, તારે આ રિક્ષા ચાલક અક્ષયની સાથે જવાનું છે અને તે જે કહે તે કરવાનું છે. જો નહીં કરે તો અમે તારા મામાને જાનથી મારી નાંખીશું. મામીની વાત સાંભળીને ભાણી ગભરાઈ ગઈ હતી. ત્યાર બાદ રિક્ષાચાલક તેને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટનાના થોડા દિવસો બાદ ભાણીની મામીનો ફોન તેના મામાના હાથમાં આવ્યો હતો અને બંનેના પ્રેમાલાપનો ભાંડો ફૂટ્યો હતો. મોબાઈલમાંથી પત્નીની કરતૂતો મળતાં તે સીધા જ પાટણ પોલીસ સ્ટેશન ગયા હતાં અને પત્ની આરતી તથા તેના પ્રમી અક્ષય સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતાં આરોપી મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.