મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 ઑક્ટોબર 2023 (09:10 IST)

અમદાવાદથી કર્ણાટક જઈ રહેલી બસનું ટાયર ફાટતા લાગી આગ

valsad bus fire
valsad bus fire
અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક ખાનગી બસમાં આગ લાગી હતી. હાઈવે પર પૂરપાટ ઝડપે દોડી રહેલી બસનું ટાયર ફાટ્યા બાદ બસમાં આગ લાગી હતી. આગ લાગતા અંદર સવાર 18  મુસાફરના જીવ જોખમમાં મુકાયા હતા

ખાનગી ટ્રાવેલ્સની બસ અમદાવાદથી કર્ણાટક જઈ રહી હતી, આ દરમિયાન અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના પારડી નજીક ખાનગી બસમાં આગ લાગી હતી. જેથી મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવને પગલે સ્થાનિકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા, તો આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે પણ ઘટના સ્થળે દોડી આવી હતી.