મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑક્ટોબર 2023 (17:59 IST)

અમદાવાદ: સગા ભાઈએ બહેનને પીંખી

rape demo
અમદાવાદ શહેરના રાણીપમાં રાખડીના સંબંધોને શર્માસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સગી બહેને પોતાના સગા ભાઈ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 2004થી 2023 સુધી સગા ભાઈએ દુષ્કર્મ કર્યું હોવાનો તેની બહેને જ આરોપ લગાવ્યો છે. આ બહેન 8 વર્ષની બાળકી હતી ત્યારથી જ દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપો લગાવ્યા છે. ત્યારે આ મામલે રાણીપ પોલીસે ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પીડિતાએ ફરિયાદમાં જણાવતા કહ્યું હતું કે, ‘હું આશરે સને 2004માં ધોરણ 8માં નિર્ણયનગર ખાતે આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તે વખતે મારો ભાઇ પ્રજ્ઞેશ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. જેથી તે મને સ્કૂલેથી ઘરે આવ્યા બાદ અભ્યાસ કરાવતો હતો. મારા પિતાજી કડક સ્વભાવના હોવાથી મને તેમની બહુ બીક લાગતી હતી. એક દિવસ અમારા ઘરના બધા સભ્યો અમારા ઘરના આગળના હોલમાં બેસીને ટીવી જોતા હતા એ દરમિયાન મારો ભાઇ મને અમારા બેડરૂમમાં અભ્યાસ કરવતો હતો. તે વખતે હું પેશાબ કરવા માટે મારા ઘરની પાછળના ભાગે આવેલા બાથરૂમમાં પેશાબ કરવા ગઈ હતી, ત્યાર બાદ હું જેવી પેશાબ કરીને બહાર નીકળી દરમિયાન મારો ભાઇ બાથરૂમની બહાર આવીને ઉભો હતો અને તે મારૂ મોઢું દબાવી બાથરૂમની અંદર લઇ ગયો હતો અને મને કહેલું કે ‘બુમ પાડીશ નહીં, નહીંતર હું તને ભણાવીશ નહી અને પપ્પા તને ભણવા બાબતે બોલશે તો હું તને બચાવીશ નહી’. આવું કહેતા હું પપ્પાની બીકના માર્યાં કંઈ બોલી નહીં.

કોઈ રીતે મેં હિંમત કરી મારા પતિને મારી સાથે બનેલા બનાવ બાબતની તમામ હકીકત જણાવી જેથી મારા પતિએ આ બાબતે મને સહકાર આપ્યો હતો. અને મેં તેઓને આ બાબતે મારા ભાઇ વિરૂધ્ધમાં પોલીસ ફરીયાદ કરવા જણાવેલું હતું અને આ બાબતે તેમણે પણ મારો સહકાર આપ્યો હતો.