શુક્રવાર, 8 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 19 ઑક્ટોબર 2023 (13:13 IST)

Guidelines for firecrackers - દિવાળીમાં રાતે 8 થી 10 વાગ્યા સુધી બે કલાક જ ફટાકડા ફોડી શકાશે, સુરત કલેક્ટરનું જાહેરનામું

Guidelines for firecrackers
Guidelines for firecrackers - દિવાળીના તહેવારોમાં ચાઇનીઝ તુક્કલ બલુન વેચાણ કે ઉત્પાદન પણ કરી શકાશે નહીં તેમજ ઉડાડી પણ શકાશે નહીં. કોઇ પણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત, વેચાણ પણ કરી શકાશે નહીં. એ મુજબનું જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે તહેવારને ધ્યાનમાં રાખીને આગના અકસ્માતના, જાનહાનિના બનાવો ના બને અને લોકોના સ્વાસ્થયને અસર નહીં થાય તેને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વાય બી ઝાલાએ આજે જાહેરનામુ બહાર પાડીને કેટલાક પ્રતિબંધો મુકયા છે. જેમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે. તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકયો છે. આથી આવા તથા ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી વેચી કે ફોડી શકાશે નહીં.

વધુમાં દિવાળીના તહેવારમાં ફટાકડા રાત્રે 8થી દસ વાગ્યા સુધીમાં જ ફોડી શકાશે. હોસ્પિટલ, નર્સિગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ. ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રીજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે. અને ત્યાં કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. આ ઉપરાંત કોઇ પણ પ્રકારના વિદેશી ફટાકડા તેમજ ચાઇનીઝ તુક્કલ, બલુન આયાત કરી શકાશે નહીં. રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં. અને દિવાળીના તહેવારોમાં ઉડાડી શકાશે પણ નહીં. આ જાહેરનામુ સુરત જિલ્લા કલેકટરની હુકુમત હેઠળના વિસ્તારોમાં લાગુ કરાશે.