ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 1 જુલાઈ 2020 (14:09 IST)

કોરોનાને કારણે ગુજરાત ચેમ્બરની ચૂંટણી બે મહિના માટે મોકૂફ રખાઇ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની 11 જુલાઇએ યોજાનારી ચૂંટણી મોકૂફ રખાઈ છે. ચેમ્બરના સભ્યોએ ચૂંટણી મુલત્વી રાખવા ચૂંટણી અધિકારી પી.કે. લહેરી ચેમ્બરના પ્રમુખ દુર્ગેશ બુચ, અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા અને જિલ્લા કલેકટર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. ચૂંટણી અધિકાર પી.કે. લહેરીએ ચેમ્બરના પ્રમુખને જાણ કરી છે કે અનલૉક-2ના નિયમ અને ગાઇડલાઇન પ્રમાણે ચૂંટણી કરવી યોગ્ય નથી. ચેમ્બરની એક્ઝિક્યુટિવ કમિટીને જાણ કરાઈ છે. કારોબારી કમિટીએ બે મહિનામાં ચૂંટણીની નવી તારીખ જાહેર કરવાની રહેશે. બંધારણની જોગવાઇ મુજબ કારોબારી એક-બે  દિવસમાં ચૂંટણીની નવી તારીખ જાહેર કરી શકે છે. હાલ ચૂંટણીની શકયતા નથી તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને બહાર નહીં જવું તેવી પણ હેલ્થ વિભાગની સલાહ છે. ચેમ્બરનું ઇલેકશન જાહેર થયું ત્યારથી કેટલાક લોકોને ચૂંટણી ન યોજાય અને પોતાના માણસોને ગોઠવી શકાય તેવો રસ હતો.