રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 માર્ચ 2020 (15:05 IST)

ગુજરાતમાં દર 2 દિવસે 41 બાળકોનો મોત થાય છે, ગુજરાત વિધાનસભામાં સરકારનો ખુલાસો

ગુજરાત વિધાનસભા સત્રમાં ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં થયેલા બાળકોના મોત અંગે ખુલાસો થયો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યસરકારે તેનો જવાબ આપ્યો છે. સરકારી હોસ્પિટલોમાં બાળકોના મોતના આંકડો ચોંકાવનારો આવ્યો છે. જેમાં સરકારે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં 15 હજાર 13 બાળકોના મોત થયા હોવાની વાત કબૂલી હતી.
રાજ્યમાં દરરોજ 20 બાળકોના મોત થાય છે. બે વર્ષમાં સરકારી હોસ્પિટલોમાં 71774 બાળકોનો જન્મ થયો હતો. જેમાંથી સૌથી વધુ અમદાવાદની સરકારી હોસ્પિટલમાં 4322 બાળકોના મોત થયા છે. મોતને ભેટેલા આ બાળકો સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં દાખલ થયા હતા. આ મામલે વિધાનસભામાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા હતા.
રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં સરકારી હોસ્પિટલમાં 71774 બાળકોનો જન્મ થયો હોવાની વિગત ગૃહમાં રાજ્ય સરકારે આપી હતી. જેમાંથી 15013 બાળકો મૃત્યુ પામ્યા હોવાની વાત સરકારે સ્વીકારી છે. સરકારે તે વાત કબૂલી હતી કે, દર 2 દિવસે 41 બાળકોનો મૃત્યુ થાય છે. જેથી દરરોજ 20 કરતાં વધુ બાળકોનો મૃત્યુઆંક ગુજરાતમાં છે. સૌથી વધુ 4322 બાળકો અમદાવાદના સરકારી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં સરકારે આ મોટો ખુલાસો કર્યો છે.
અમદાવાદ સિવિલ, યુ.એન. મહેતા અને એચ.એલ. ત્રિવેદી હોસ્પિટલ મળીને ક્લાસ 1,2 અને 3ની કુલ મંજુર મહેકમ 1108માં થી 158 જગ્યાઓ ખાલી પડી છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં ક્લાસ-3માં 682 અને ક્લાસ-4 માં 1106 જગ્યાઓ આઉટસોર્સિંગથી ભરવામાં આવી છે. યુ.એન.મહેતામાં 1886 જગ્યાઓ કોન્ટ્રાક્ટ આધારિત ભરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ કરતી 3 કંપનીઓને 2 વર્ષમાં રૂ. 48 કરોડની ચુકવણી કરવામાં આવી છે.