મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 11 સપ્ટેમ્બર 2021 (16:12 IST)

Vijay Rupani resigns: વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યુ, જાણો કેમ અને કોણ બની શકે છે CM

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પદ પરથી રાજીનામું આપ્યું છે. ગુજરાતમાં આગામી વર્ષે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. નવા મુખ્યમંત્રીની રેસમાં મનસુખ માંડવિયા, નીતિન પટેલ, સી.આર.પટેલ, પુરુષોત્તમ રૂપાલાના નામ આગળ છે.
 
વિજય રૂપાણીએ શનિવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનું રાજીનામું સોંપ્યું. રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું કે હવે હું પાર્ટીએ આપેલી જવાબદારી નિભાવીશ. તેમણે પીએમ મોદીનો લોકોની સેવા કરવા બદલ આભાર માન્યો. રૂપાણીએ કહ્યું કે મને એક કાર્યકરથી સીએમ બનાવવામાં આવ્યો છે. હવે ગુજરાતનો વિકાસ નવા નેતૃત્વમાં થવો જોઈએ.
 
પાર્ટી સંગઠન સાથે ચાલી રહ્યો હતો વિવાદ 
 
રાજીનામું આપતાં વિજય રૂપાણીએ કહ્યું કે ભાજપની પરંપરા રહી છે કે કાર્યકર્તાઓની જવાબદારીઓ બદલાતી રહે છે. પરંતુ એવી ચર્ચા છે કે લોકો વિજય રૂપાણીના નેતૃત્વથી ખુશ નથી. જનતાનો અભિપ્રાય જાણ્યા બાદ હાઈકમાન્ડે આ નિર્ણય લીધો હતો. તે મુજબ વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી. એવી પણ ચર્ચા છે કે રૂપાણીનો પક્ષ સંગઠન સાથે અણબનાવ હતો. ખાસ કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ સાથેના તેમના મતભેદો સામે આવી રહ્યા હતા.
 
સીએમ તરીકે ઓગસ્ટમાં પુરા થયા હતા 5 વર્ષ 
 
ઉત્તરાખંડ અને કર્ણાટકમાં ભાજપે આ જ રીતે ચૂંટણી પહેલા મુખ્યમંત્રીઓ બદલ્યા છે. ગુજરાતમાં થયેલુ પરિવર્તન આ દિશામાં સિક્વલ લાગી રહી છે. ગયા મહિને જ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂર્ણ કર્યા. વર્ષ 2016 માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું હતું, તેમના સ્થાને વિજય રૂપાણી 7 ઓગસ્ટ 2016 ના રોજ મુખ્યમંત્રી બન્યા હતા.