રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 6 જૂન 2020 (10:40 IST)

કોંગ્રેસનાં નિષ્ફળ નેતૃત્વ, જુથબંધીને કારણે કોંગ્રેસ પોતાની મેળે જ તૂટી રહી છે. - ભરત પંડયા

રાજયસભા ચૂંટણીનાં સંદર્ભમાં કોંગ્રેસનાં જૂઠા આક્ષેપો સામે તીવ્ર પ્રતિક્રિયા આપતાં ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં એક પછી એક ધારાસભ્યોનાં રાજીનામાં પડી પહ્યાં છે ત્યારે કોંગ્રેસે પોતાની નિષ્ફળતા છુપાવવાં બીજા પર આક્ષેપ કરે તે યોગ્ય નથી. કોંગ્રેસનાં નિષ્ફળ નેતૃત્વ, ઉમેદવારોની પસંદગીનો વિરોધ, આંતરીક તીવ્ર જુથબંધીને કારણે કોંગ્રેસ પોતાની મેળે જ તૂટી રહી છે. 
 
ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું નેતૃત્વ દિશાનિહીન છે. જનસેવા માટેની તેનામાં નિયત નથી અને દેશહિત, જનહિત માટેની નીતિ સામે તેની નીતિ-પોલીસી નેગેટીવ છે. એટલે કે કોંગ્રેસ નું નેતૃત્વ, નીતિ અને નિયત એ તેનાં કાર્યકર્તાઓ માટે, જનતા અને દેશ માટે યોગ્ય નથી. એટલે કોંગ્રેસનું વિખરાવવું, તૂટવું અને હારવું એ નિશ્ચિત છે. કોંગ્રેસ પોતાની વિચારધારા અને નેતૃત્વની નિષ્ફળતા છુપાવવાં બીજાની પર જૂઠાં આક્ષેપો કરી રહી છે.  કોંગ્રેસે પોતાની વિચારધારા અને નેતૃત્વ પર ફરીથી આત્મમંથન કરવું જોઈએ.
 
તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર સામે ક્યાં આંદોલન કરવું લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા જેવા પ્રશ્નો બ્રિજેશ મિશ્રાએ કાલની મિટિંગમાં ઊભા કર્યા હતા. પણ એકાએક શું થયું ખબર નથી. રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે જ કોંગ્રેસના નવા પ્રશ્નો ઉભા થાય છે. વ્યક્તિગત લાભ માટે આમ કરવામાં આવે છે. અમારા ધારાસભ્યોને મંત્રીપદની લાલચ આપી છે, કેસ કરીને બ્લેકમેઈલિંગ કર્યા છે. કરોડો રૂપિયામાં ખરીદ્યા છે. આ ધારાસભ્યોમાં આ રીતે ખરીદવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે. પાર્ટીનો સિમ્બોલ બાજુ પર મૂકીને પ્રજા પર જે બતાવે છે ને તમને ખબર પડે કે સાચી સ્થિતિ શું છે.