સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 નવેમ્બર 2020 (16:02 IST)

કાંકરેજના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ધારસી ખાનપુરાનું નિધન, પીએમએ પાઠવી શ્રદ્ધાંજલિ

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ધારસી ખાનપુરનું આજે કોરોનાથી નિધન થઇ ગયું છે. ધારસી ખાનપુરએ અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના સીએમ વિજ્ય રૂપાણીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું અને તેમણે શ્રદ્ધાંજલિ આપી. રિપોટ પોઝિટિવ આવ્યા બાદ તેમને 8-10 દિવસ પહેલાં હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કાંકરેજ ધારાસભ્ય ધારસી ખાનપુરના નિધન પર દુખ વ્યક્ત કરતાં લખ્યું કે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસી ખનાપુરાના અવસાનથી દુખ થયું. શોકગ્રસ્ત પરિવાર અને તેમની શુભેચ્છકોને સાંત્વન. ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે. તો બીજી તરફ સીએમ રૂપાણીએ ટ્વીટ કરીને કહ્યું કે પરમ કૃપાળું પરમાત્મા તેમની દિવ્ય આત્માને શાંતિ પ્રદાન કરે. 
 
ખાનપુર કાંકરેજના વડા ગામના રહેવાસી હતી. ખાનપુરાના નિધનથી ઠાકોર સમાજમાં શોક વ્યાપી ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગણાતા ગણાતા ખાનપુરા પહેલીવાર વર્ષ 1990માં પહેલીવાર જનતા દળની ટિકીટ પર ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તે 1995, 2002 અને 2012માં પણ કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા.