શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , સોમવાર, 27 એપ્રિલ 2020 (09:36 IST)

કોરોના સંક્રમણના કારણે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા બદરૂદ્દીન શેખનુ નિધન

. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા બદરૂદ્દીન શેખનો રવિવારની રાત્રે નિધન થઈ ગયુ તે કોરોના વાયરસથી સંક્રમિત હતા. સારવાર માટે તે છેલ્લા કેટલાક દિવસોથી એસવઈપી હોસ્પિટલમાં દાખલ હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ દ્વારા માહિતી આપી. તેમણે લખ્યુ કે આજે મારી પાસે શબ્દ નથી. બદરૂદ્દીન ભાઈ ગુજરાત કોંગ્રેસના મજબૂત પિલર માનવામાં આવે છે. કોગ્રેસ નેતા બદરૂદ્દીનને હુ છેલ્લા 40 વર્ષોથી જાણુ છુ જ્યારે તેઓ યૂથ કોંગ્રેસના મજબૂત પિલર માનવામાં આવતા હતા. કોંગ્રેસ નેતા બદરૂદ્દીનને છેલ્લા 40 વર્ષોથી જાણુ છુ. જ્યારે તેઓ યૂથ કોંગ્રેસમાં હતા. તેઓ ગરીબ જનતા માટે સતત કામ કરી રહ્યા હતા અને ત્યાથી તેમને કોરોના સંક્રમણ થયુ. 
 
ઉલ્લેખનીય છે કે બદરૂદ્દીન શેખ બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર હતા. તેમણે ગુજરાત કોંગ્રેસમાં ઘણા મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. કોરોના ચેપ લાગતાં તેને 15 એપ્રિલે એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. અગાઉ, તેને પણ કેટલાક દિવસો માટે ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યો હતો.   
 
તેઓ છેલ્લા એક અઠવાડિયાથી વેન્ટિલેટર પર હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલાં છે. અને ઘણા 
વર્ષો સુધી તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેઓ કોરોનાની મહામારીના સમયે પણ લોકો વચ્ચે સમાજ સેવા કરી રહ્યા હતા. અને આ સમાજ સેવા દરમિયાન જ તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. બદરૂદ્દીન શેખનું નિધન થતાં કોંગ્રેસ માટે ખુબ જ આઘાતજનક સમાચાર છે. 
 
ઉલ્લેખનીય છે કે, આજે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ સમાચાર આવ્યાના થોડા કલાકો અગાઉ જ કોરોનાને માત આપી હતી. તેઓનાં બંને રિપોર્ટ નેગેટિવ આવતાં તેઓને આવતીકાલે ડિસ્ચાર્જ કરવામાં આવવાના હતા. ઈમરાન ખેડાવાલાના સમાચારથી કોંગ્રેસનાં સમર્થકોમાં ખુશીનો માહોલ હતો. પણ બદરૂદ્દીનનાં સમાચાર સાંભળી ગુજરાત કોંગ્રેસમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.