મંત્રીના પુત્રને પાઠ ભણાવનાર મહિલા કોન્સ્ટેબલની બદલી, ટ્વિટમાં પોલીસને ભ્રષ્ટ અને નેતાઓને ગુલામ ગણાવ્યા
તે બીજા લોકો હશે, જે નેતા અને મંત્રીઓની ગુલામી કરે છે: સુનિયા યાદવ
સુરતના વરાછામાં ગુજરાતના આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર સાથે થયેલા વિવાદ બાદ સુરતની મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવની બદલી કરી દેવામાં આવી છે. વાત સુનિતાએ પોતાના ટ્વિટમાં લખી છે. શનિવારે સાંજે થયેલા આ વિવાદ બાદ સુનિતા રવિવારે સાંજે પોલીસ હેડક્વાર્ટર પહોંચી હતી. હેડક્વાર્ટરથી આવ્યા બાદ તેમણે ટ્વિટર પર એક ટ્વિટ કર્યું, જેમાં લખ્યું 'આ સમગ્ર મામલા બાદ મારા સીનિયરે મને રજા પર ઘરે મોકલી દીધી. જ્યારે મેં રાજીનામું આપ્યું તો મારું મારું રાજીનામું પણ નામંજૂર કરી દીધું. હવે મારી તે ક્ષેત્રમાંથી બદલી કરી રહ્યા છે. બદલીનો અર્થ અપમાન અને મંત્રીના પુત્રની મનમાની હોવું છે, જે મને મંજૂર નથી.
સુનિયા યાવે પોતાના ટ્વિટમાં લખ્યું 'હું સરકારી નોકરી કરું છું કોઇના બાપની નહી, તે બીજા લોકો હશે, જે નેતા અને મંત્રીઓની ગુલામી કરે છે. આપણે સ્વાભિમાન સામે સમજોતો કરીને નોકરી કરવાની નથી અને ભારત માતાની શપથ લીધી છે આ વર્દી માટે. હું માફી માંગીશ અને કોની માફી? ક્યારેય નહી?
અન્ય એક ટ્વિટમાં સુનિતાએ લખ્યું છે કે નેતાઓની ગુલામી ભ્રષ્ટ સિસ્ટમે મનમૂકીને કરી છે, કારણ કે તેમને પોતાના સ્વાભિમાન અને વરદીથી વધુ પૈસા વ્હાલા હતા અને તે નબળા અને ભ્રષ્ટ્ર સિસ્ટમના કારણે નેતા આજે કેટલાક સારા કર્મચારીઓને પણ તોલવામાં આવી રહ્યા છે. પરંતુ અમે ઝુકવાના નથી.
ગત 8 જુલાઈના રોજ રાત્રે રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે બબાલ થઇ હતી. રાત્રે કરફ્યુના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ સુનિતા યાદવે પ્રકાશ કાનાણીને સવાલો કર્યા હતા, ત્યારબાદ બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. પ્રકાશ કાનાણીએ 365 દિવસ ફરજ માટે ઉભી રાખવાની ચીમકી આપી હતી. અધિકારીઓએ સુનિતા સાચી હોવા છતા પક્ષ ન લેતા તેને રાજીનામું આપ્યું હતું. પ્રકાશ કાનાણી અને સુનિતા યાદવ વચ્ચેની બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.