ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 એપ્રિલ 2021 (20:12 IST)

Gujarat Corona Update - છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 3160

આજે ગુજરાતમાં કોરોનાના આંકડો ડરાવનારો આંક પાર કરી ચુક્યો છે.  છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 3160 , જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.  રાજ્યમાં કુલ કેસનો આંકડો   3,21,598 પર પહોંચ્યો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 15 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે 2028  દર્દીઓ ડિસ્ચાર્જ થયા. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 3,00,765 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 16,252 થઈ છે. 
 
સુરતમાં 7, અમદાવાદમાં 6, ભાવનગર અને વડોદરામાં 1-1 મળી કુલ 15 દર્દીના મોત થયાં છે. આ પહેલા 8 ડિસેમ્બરે 15 દર્દીના મોત થયા હતા. આમ લગભગ 4 મહિને ફરી 15 દર્દીના મોત થયા છે. જે બાદ રાજકોટમાં 311 અને વડોદરામાં 330 કેસ નોંધાયા છે. અને જામનગરમાં 125 અને ભાવનગરમાં 79 કેસ, ગાંધીનગરમાં 66 અને જૂનાગઢમાં 32 કેસ, મહેસાણામાં 88, પાટણમાં 65, મહિસાગરમાં 39 કેસ, પંચમહાલમાં 39, મોરબીમાં 33, ભરૂચમાં 32 કેસ, ખેડામાં 32, દાહોદમાં 31, કચ્છ – નર્મદામાં 30 – 30 કેસ, આણંદમાં 25, દ્વારકામાં 23, સુરેન્દ્રનગરમાં 22 કેસ, અમરેલી – બનાસકાંઠામાં 20 – 20, સાબરકાંઠામાં 19 કેસ, ડાંગમાં 18, વલસાડમાં 15, નવસારીમાં 14 કેસ, બોટાદ – ગીર સોમનાથમાં 10 – 10, તાપીમાં 7 કેસ, અરવલ્લીમાં 3 અને પોરબંદરમાં એક કેસ નોંધાયો છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4581એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 93.52 ટકા થયો છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 16 હજારને પાર થઈ ગયો છે.
 
સરકારના અનેક પ્રયત્નો, નાઈટ કરફ્યૂ સહિતનાં પ્રતિબંધો છતાં પણ કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અને કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ લઈ રહ્યું નથી. તેવામાં સતત 12મા દિવસે પણ કોરોનાનાં સૌથી વધારે કેસો નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 3160 નવા કેસો નોંધાયા છે. જ્યારે 15 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 2038 દર્દીઓએ કોરોનાને માત આપી છે.