ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 એપ્રિલ 2021 (16:09 IST)

રાજકોટમાં કોરોનાની રસી લગાવનારને મળે છે સોનાની ગિફ્ટ

રાજકોટમાં કોરોના રસીકરણને વધારવા માટે એક શાનદાર ઉપાય શોધ્યો છે.રાજકોટના સોની સમાજ દ્વારા સામાન્ય નાગરિક જે કોરોનાની રસી લે છે તેને પ્રોત્સાહિત કરી રહ્યા છે. સોની સમાજ દ્વારા જે મહિલાઓ રસી લે છે તેને સોનાની ચૂંક ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. જયારે પુરુષોને હેન્ડ બ્લેન્ડર આપવામાં આવે છે. લોકો કોરોના વેક્સીનને લઈને જાગૃત થાય તે માટે મહેસાણામાં પણ આ પ્રકારની પહેલ કરવામાં આવી હતી. મહેસાણામાં કોરોનાની રસી લેનાર વ્યક્તિને આકર્ષક ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. મહેસાણાના એક કાર વર્કશોપમાં કોરોન વેક્સીનનું સર્ટિફિકેટ લઈ જવા પર  કારની જનરલ સર્વિસમાં કોઈ લેબર ચાર્જ નહીં અને કાર એસસરીઝમાં 10 ટકાની છૂટ આપવામાં આવે છે.

આ ઓફરથી લોકોને કોરોના વેક્સીન પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ યથાવત છે. રાજ્યમાં 27 માર્ચ બાદ કોરોનાના કેસો ઉત્તરોત્તર સપાટી પાર કરી રહ્યા છે.27 માર્ચે 2276, 28 માર્ચે 2270, 29 માર્ચે 2252, 30 માર્ચે 2220, 31 માર્ચે 2360 અને 1 એપ્રિલે 2410 કેસ 2જી એપ્રિલે 2640 અને 3જી એપ્રિલે 2815 નવા કેસ આવ્યાં બાદ 4 એપ્રિલે પણ 2800થી વધુ નવા કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 3 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 13,298 એક્ટીવ કેસ હતા, જે 4 એપ્રિલે વધીને 15135 થયા છે.જેમાં 16 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 14,972 લોકોની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં 4 એપ્રિલે 2024 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,98,737 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 93.81 ટકા થયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 72,72,484 લોકોને કોરોનાની રસી અપાઈ છે.