ગુજરાતમાં કોરોના : દૈનિક કેસોમાં ઘટાડો, હવે સારવાર સરળતાથી મળશે?

gujarat corona
Last Modified સોમવાર, 3 મે 2021 (13:41 IST)
રવિવારે ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો. રવિવારે રાજ્યમાં કોરોનાના 12,978 નવા કેસો મળી આવ્યા હતા. જ્યારે કોરોનાના કારણે 153 લોકો મૃત્યુ પામ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 5,94,602 થઈ ગઈ હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ડોટકૉમના એક અહેવાલ અનુસાર રાજ્યમાં હાલની પરિસ્થિતિ પ્રમાણે 1,46,818 ઍક્ટિવ કેસો છે. જે પૈકી 732 દર્દીઓ વૅન્ટિલેટર સપોર્ટ પર છે.

નોંધનીય છે કે રાજ્યમાં પાછલા ઘણા સમયથી દરરોજ વધુ ને વધુ કેસો સામે આવવાને કારણે રાજ્યની ખાનગી અને સરકારી હૉસ્પિટલોની બહાર ઍમ્બુલન્સો અને દર્દીઓની લાઇનો લાગેલી હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં.

કેટલાક કિસ્સાઓમાં તો દર્દીઓ સારવારના અભાવે હૉસ્પિટલોની બહાર જ મૃત્યુ પામ્યા હતા.
રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસોના પરિણામે તમામ હૉસ્પિટલોમાં ઓક્સિજનનું સંકટ પેદા થયું હતું. અને પથારીઓની અછત સર્જાઈ હતી.

હવે અહીં પ્રશ્ન એ છે કે હવે જ્યારે દૈનિક કેસોમાં ઘટાડો થવાનું વલણ દેખાઈ રહ્યું છે ત્યારે ઉપરોક્ત તમામ પરિસ્થિતિઓમાં પણ સુધારો લાવી શકાશે કે કેમ?


આ પણ વાંચો :