ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 5 માર્ચ 2021 (13:37 IST)

નીતિન પટેલે અને સૌરભ પટેલે પણ લીધી કોરોનાની રસી, તમામ ૬૦ વર્ષના ધારાસભ્યો પરિવાર સાથે કોરોનાની વેકસીન લઈ લે

મુખ્યમંત્રીની પત્ની અંજલીબેન તાજેતરમાં જ કોરોનાની વેક્સીન લીધી હતી. ત્યારબાદ આજે નાયાબ મુખ્યમંત્રીએ કોરોનાની રસી લીધી છે. તેમણે અમદાવાદ સોલા સિવિલમાં નીતિન પટેલ અને તેમના પત્નીએ કોરાનાની વેક્સિન મુકાવી હતી. ઉર્જા મંત્રી સૌરભ પટેલે પણ કોરોનાની રસી મુકાવી. 
ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  ૬૦ વર્ષથી ઉપરના તમામ ધારાસભ્યોને પરિવાર સાથે કોરોનાની વેકસિન લેવા આજે વિધાન સભાગૃહમાં  અપીલ કરી હતી. 
 
મુખ્યમંત્રીએ આ અપિલ કરતા કહ્યુ કે, કોરોના સંક્રમણ સામે સુરક્ષિત થવા માટે આપણે સૌ જનપ્રતિનિધિઓ એ રસી લેવી અત્યંત અનિવાર્ય છે. 
આ માટે કોઈપણ સહાયની જરૂર હોય તો નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ કે આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો જેથી યોગ્ય આયોજન કરી શકાય.