સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 જાન્યુઆરી 2021 (12:25 IST)

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને મરણોત્તર પદ્મભૂષણ અને મહેશ-નરેશ કનોડિયાને પદ્મશ્રી સન્માન

સરકારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને ગુજરાતી ફિલ્મોને સંગીતકાર મહેશ-નરેશ કનોડિયાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. તેની જાહેરાત ગણતંત્ર દિવસના પૂર્વ સંધ્યાએ કરવામાં આવી હતી. 
 
સરકારે પદ્મભૂષણ માટે 10 અને પદ્મશ્રી 102 સહિત 119 નામોની જાહેરાત કરી છે. તેમાં ચાર ગુજરાતી તથા એક સવાયા ગુજરાતી ફાધર વાલેસનું નામ પણ સામેલ છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને મરણોત્તર પદ્મભૂષણ માટે જાહેરાત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ દાદૂદાન ગઢવી, મહેશ-નરેશ કનોડિયા મરણોપ્રાંત તથા ચંદ્રકાંત અમ્હેતાને પદ્મશ્રીથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. 
 
પદ્મ વિભૂષણ
શિંઝો આબે
એસ.પી. બાલાસુબ્રમણિયન (મરણોત્તર)
ડોક્ટર બેલે મોનાપ્પા હેગડે
શ્રી નરિન્દર સિંઘ કંપની (મરણોત્તર)
મૌલાના વહીદુદ્દીન ખાન
બીબી લાલ
સુદર્શન સહુ
 
પદ્મ ભૂષણ
કૃષ્ણન નાયર
તરુણ ગોગોઈ(મરણોત્તર)
ચંદ્રશેખર કંબ્રા
સુમિત્રા મહાજન
નૃપેન્દ્ર મિશ્રા,
રામ વિલાસ પાસવાન (મરણોત્તર)
કેશુભાઇ પટેલ (મરણોત્તર)
કલ્બે સાદિક (મરણોત્તર)
રજનીકાંત દેવીદાસ
તર્લોચન સિંઘ
 
પદ્મશ્રી
દાદુદાન ગઢવી સાહિત્ય
ચંદ્રકાન્ત મહેતા સાહિત્ય
સ્વ. ફાધર વૉલેસ સાહિત્ય
સ્વ. મહેશ અને નરેશ કનોડિયા