જ્યારે પત્નીએ મોબાઇલ જોઇ તો ખબર પડી કે પતિ તેના લાયક નથી અને...
અમદાવાદના વેજલપુર પરણિતાએ પતિ સમલૈંગિક હોવાછતાં લગ્ન કરાવવાનો આરોપ લગાવતાં પોતાના સાસરીવાળાઓ વિરૂદ્ધ સુરેન્દ્રનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર વેજલપુરમાં રહેતી યુવતિના લગ્ન પાલડીમાં રહેતાં યુવક સાથે રહેતી હતી. લગ્ન બાદ તેનો પતિ શારીરિક સંબંધ બનાવવાની ના પાડતો હતો. આ દરમિયાન પત્નીએ તેના મોબાઇલમાં જોયું કે તેનો પતિ અન્ય યુવકો સાથે અશ્લિલ ચેટ કરે છે. પીડિત યુવતિએ જણાવ્યું કે તેને શંકા થઇ અને પતિના મોબાઇલ પર ગ્રાઇન્ડરએપ (સમલૈંગિક માટે ડેટિંગ એપ) પણ મળી. આ અંગે પૂછવામાં આવ્તાં તેના પતિએ મનાઇ કરી દીધી હતી. જોકે પતિને રંગેહાથ પકડવા માટે પત્નીએ પણ ગ્રાઉન્ડર એપ ડાઉનલોડ કરી અને છોકરો બનીને પતિ સાથે વાત શરૂ કરી. એક દિવસ તેણે પોતાના પતિને રિવરફ્રન્ટ પર મળવા માટે બોલાવ્યો.
પતિ રિવરફ્રન્ટ પર મળવા લગ્યો ત્યારે પત્નીને જોઇ ચોંકી ગયો અને માફી માગવા લાગ્યો. તેણે સ્વિકાર્યું કે તે સમલૈંગિંક છે. તેના માતા-પિતાની ઇચ્છા વિરૂદ્ધ તેના લગ્ન કર્યા છે. ત્યારબાદ તેણે પોતાની સાસી અને સસુરાને આ અંગે વાત કરી. જોકે તેના સસરાએ આ અંગે કોઇને કહેવાના ના પાડી દીધી અને કહ્યું કે તેનો પુત્ર બ્રહ્મચર્યનું પાલન કરે છે. જોકે તેના સાસુ સસરાએ ઝઘડો કરી તેને તગેડી મુકી. ત્યારબાદ તે સુરેન્દ્રનગરમાં પોતાના કાકાના ઘરે રહે છે.
પરણિતાએ જણાવ્યું કે તેની સગાઇ બાદ લગ્ન ખૂબ જલદી કરી દેવામાં આવ્યા હતા. 2019 ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન તેની સાથે પાંચ વાર શારીરિક સંબંધ બાંધવાનો દેખાવો કર્યો છે. લેહ લદ્દાખ ફરવા ગયા હતા. ત્યાં પણ તેનો પતિ તેની સાથે સૂતો ન હતો. હું હજુ સુધી વર્જિન છું.
પરણિતાએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે 28 ફેબ્રુઆરી 2019ના દિવસે લગ્ન થયા હતા. લગ્નની પહેલી રાત્રે ફાર્મ હાઉસમાં હતા. પરંતુ ત્યાં જેઠ જેઠાણી પણ આવ્યા હતા. સવારે 4:30 વાગ્યા સુધી ચારેય એક રૂમમમાં હતા અને મોબાઇલ પર ગેમ રમતા હતા. સવારે 6.30 વાગે પૂજા રાખી હતી. જ્યારે દરરોજ સવારે સસરા બેડરૂમનો દરવાજો ખુલ્લો રાખવા માટે કહેતા હતા.