ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 15 નવેમ્બર 2024 (07:57 IST)

ગુજરાત સરકારનો મોટો નિર્ણય હવે બદલાઈ જશે હોસ્પીટલના નિયમો

cm bhupendra patel
Gujarat Government Big Decision After Khyaati Hospital Incident:  અમદાવાદના ખ્યાતિ સામાન્ય લોકોને કોઈ બીમારી હોવા છતાં ખોટા રિપોર્ટ આપીને તેમના પર ખોટા ઓપરેશન કરાવવાનો એક કિસ્સો સામે આવ્યો છે.
 
જેમાં ખ્યાતી હોસ્પિટલે જરૂરિયાત ન હોવા છતાં ખોટી રીતે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી હતી. ખાસ કરીને નામાંકિત હોસ્પિટલોના તબીબો દ્વારા સરકારી સહાય મેળવવા માટે કૌભાંડ આચરવામાં આવતું હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો. હવે આ મુદ્દે રાજ્યનું આરોગ્ય વિભાગ અને સમગ્ર સરકાર એક્શન મોડમાં આવી છે.
 
ખ્યાતી હોસ્પિટલના બનાવટી ઓપરેશન કૌભાંડ બાદ ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે રાજ્યની તમામ હોસ્પિટલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે. ખ્યાતી હોસ્પિટલની ઘટના બાદ તમામ હોસ્પિટલની તપાસ કરવામાં આવશે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ 12 માર્ચ, 2025 સુધીમાં નોંધણી ફરજિયાત છે. 12 માર્ચ, 2025 સુધી મળેલી અરજીઓના આધારે હોસ્પિટલોની તપાસ કરવામાં આવશે.