શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 એપ્રિલ 2020 (16:27 IST)

ગુજરાતમાં આવતીકાલથી મોલ કોમ્પલેક્સ સિવાયની દુકાનો ખોલવા સરકારનો નિર્ણય

રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલે રવિવાર તા. ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે એવું મુખ્યમંત્રીના અગ્ર સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું. ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીએ રાજ્યમાં આ નિર્ણયની જાહેરાત કરી છે. ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે.

તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે. માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે. જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે ગુજરાત માં  IT તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ 50 ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે