શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 એપ્રિલ 2020 (11:24 IST)

કોરોના રિપોર્ટ : ગુજરાતમાં કોરોના આંકડો 2815 પર પહોંચ્યો, અમદાવાદમાં 1821 કેસ

અમદાવાદ કોરોના વાયરસનું હોટસ્પોટ બની રહ્યું છે. શુક્રવારે સાંજે ગુજરાતમાં 191 નવા કેસ સામે આવ્યા, જેમાં એકલા અમદાવાદમાંથી 169 કેસ હતા, જ્યારે રાજ્યમાં 2815 લોકો સંક્રમિત છે. તો રાજ્યમાં આ મહામારીથી અત્યાર સુધી કુલ 127 લોકોના મૃત્યુ થયા છે. 
રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 191 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં 169 કેસ નોંધાયા છે. અમદાવાદમાં દરિયાપુર, ઇસનપુર, ગોમતીપુર, વસ્ત્રાલ, મણિનગર, રખિયાલ, નારોલ, નિકોલ, બાપુનગર, કાલુપુર, ખાડિયા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વેજલપુર, થલતેજ, રાણીપ અને દાણીલીમડાનો સમાવેશ થાય છે. રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા નાગરિકોમાં રોગ પ્રતિકારક શકિત વધે તેવા સઘન ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે
 
તેમણે કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 43822 ટેસ્ટ કરવામાં આવ્યા છે તેમાંથી 2815 કેસ પોઝિટિવ આવ્યા છે
. આ 2815 પોઝિટિવ કેસ જે સારવાર લઈ રહેલા છે તેમાં 2394 ની હાલત સ્થિર છે 29 વેન્ટિલેટર પર છે અને 265 વ્યક્તિઓ  સારવાર બાદ સાજા થઈ ને પરત ગયા છે
. રાજ્યમાં છેલ્લા 24 કલાક માં 191 નવા કેસ નોંધાયા છે .જેમાં અમદાવાદ માં સૌથી વધુ 169 કેસ છે.
 
સુરતમાં 6, વડોદરામાં 5, આણંદમાં 3, ગાંધીનગર-બોટાદ-વલસાડમાં એક એક કેસ, ભાવનગરમાં 2, પંચમહાલમાં 3 કેસ નોંધાયા છે. કુલ 15 વ્યક્તિના મૃત્યુ થયા છે, 14 લોકો અમદાવાદમાં મૃત્યુ પામ્યા છે. જેમાં 17 વર્ષની યુવતીથી લઈને 90 વર્ષના વૃદ્ધોનો સમાવેશ થાય છે. 7 લોકો સ્વસ્થ થયા છે. 
અત્યાર સુધી રાજ્યમાં કુલ 2815 કેસ નોંધાયા છે. જેમાં 29 વેન્ટિલેટર ઉપર છે અને 2394 લોકો સારવાર હેઠળ છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 1821 કેસ નોંધાયા છે. 265 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. દેશમાં આપણે ક્યાં નંબર ઉપર છીએ તે મહત્વનું નથી તેમ જયંતી રવિએ વધુમાં જણાવ્યું હતું. 
 
આ હેતુસર અત્યાર સુધીમાં 1 કરોડ 18 લાખ 37 હજાર આયુર્વેદિક ઉકાળો 3 લાખ 28 હજાર જેટલી આયુર્વેદ સમ સમ વટી ગોળી અને 82 લાખ જેટલી હોમીયોપેથી દવાઓનું વિતરણ લોકોમાં રોગ પ્રતિકારક શકિત વધારવા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે