મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 એપ્રિલ 2020 (14:52 IST)

સુરા જમાતના અમદાવાદના મુખ્ય આમેદ સહિત 9 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ

નિઝામુદ્દીન મરકજમાંથી આવેલા લોકો બાદ હવે તબલીગી જમાતના અન્ય સુરા ગ્રૂપના લોકોમાં કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા છે. સુરા તબલીગી જમાતના કુલ 9 લોકો અત્યારસુધીમાં કોરોના પોઝિટિવ જણાઇ આવ્યા છે અન્યની તપાસ ચાલુ હોવાનું રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે. ગુજરાતના તબલીગી જમાતના સૌથી મોટા ગ્રૂપ સુરાના અમદાવાદ ખાતેના મુખ્ય આમેદ પણ કોરોના પોઝિટિવ જણાયા છે. ઝાએ કહ્યું કે, સુરા ગ્રૂપના ભરૂચ ખાતેના 5 જમાતી અગાઉ કોરોના પોઝિટિવ જણાયા હતા. વધુ 26 સુરા જમાતીઓને ભરૂચ જિલ્લાના બે ગામ કેવલગામ તથા પારખેડ ગામથી મળી આવ્યા છે. આ પૈકી ત્રણનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.ભરૂચથી લોકડાઉન પહેલા 13 જમાતીઓ ભરૂચથી ભાવનગર ગયા હતા, પરંતુ તેઓ લોકડાઉન બાદ ભાવનગરથી પરત ભરૂચ આવ્યા હોવાથી 13 જમાતી તથા ખાનગી વાહનના ડ્રાઇવર સામે ભાવનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં મળી આવેલા તમામ સુરા જમાતીઓના મેડિકલ ટેસ્ટ તથા ક્વોરન્ટાઇનની પ્રક્રિયા ચાલુ છે. બીજીતરફ નિઝામુદ્દીન મરકજમા ગયેલા તબલીગી જમાતના વધુ કોઇ જમાતી મળી આવ્યા નથી. ઝાએ તેમ પણ જણાવ્યું કે આ 3 જમાતી રાજ્યમાં લોકડાઉનનો અમલ કરાયો તે પૂર્વે ભરૂચથી ભાવનગર ગયા હતા, પરંતુ લોકડાઉન અમલી બનાવ્યા બાદ ખાનગી વાહનમાં તે ભાવનગરથી ભરૂચ પરત આવ્યા હતા. તેથી તેમના વિરુદ્ધ ઉપરાંત ડ્રાઇવર સહિત 13 સામે ગુનો દાખલ કરાયો છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે શૂરા જમાતના ભરૂચના પાંચ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. આ વિસ્તારના બે અલગ-અલગ ગામો દેવળ અને પારખેડમાં 13-13 જમાતીઓ ત્યાંની મસ્જિદોમાં રોકાયા હતા અને પોલિસને તપાસ દરમિયાન મળી આવ્યા હતા. આ તમામના કોરોના ટેસ્ટ કરાવાતાં વધુ ત્રણ લોકો પોઝિટિવ આવ્યાં છે. જ્યારે અન્ય લોકોના હેલ્થ ચેક-અપ અને ક્વોરન્ટાઇન સ્ટેજ ચાલુ છે.