બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 જૂન 2020 (09:33 IST)

રાજ્યમાં સચિવાલય સહિત સરકારી કચેરીઓ 1 જૂનથી શરૂ

આ સંદર્ભમાં વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુ એ જણાવ્યું છે કે રાજ્ય સરકાર ના  કર્મચારીઓ અને કચેરીઓ માટે  એસ.ટી દ્વારા ચલાવવા માં આવતી અમદાવાદ ગાંધીનગર ની પોઇન્ટ બસ સેવાઓ આવતી કાલ 1 જૂન થી માત્ર અમદાવાદ મહાનગર ના કન્ટેઈનમેન્ટ ઝોન  સિવાય ના વિસ્તારોમાંથી  ગાંધીનગર  આવવા શરુ કરવામાં આવશે. 
 
વાહન વ્યવહાર મંત્રી શ્રી આર સી ફળદુ એ આ અંગેની વિગતો આપતા કહ્યું કે ગૃહ વિભાગ ના જાહેરનામા અનુસાર આ પોઇન્ટ બસ સેવાઓ  બસની કુલ  પેસેન્જર કેપેસિટી ના 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરવામાં આવશે તેમજ  કોઈ પેસેન્જર  આ પોઇન્ટ સેવા ની બસમાં ઊભા રહી ને મુસાફરી નહિ કરી શકે 
આ બસ સેવાઓ પોઇન્ટ ટુ પોઈન્ટ શરૂ કરવામાં આવશે એટલે કે વચ્ચે ના રૂટ પરથી કોઈ પેસેન્જર લેવામાં આવશે નહિ
એટલુજ નહિ મુસાફરો એ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન  અને ફરજિયાત માસ્ક નો ઉપયોગ પણ કરવાનો રહેશે
બસમાં પ્રવેશ આપતા પૂર્વે પ્રત્યેક મુસાફરો નું ટેમ્પ્રેચેર પણ ચેક કરવામાં આવશે
 આ હેતુસર દરેક મુસાફરે બસ ઉપાડવા ના નિર્ધારિત સમય થી 15 મિનિટ પહેલા પોઇન્ટ પર પહોંચવાનું રહેશે
આવી બસોને દરેક ટ્રીપ બાદ સંપૂર્ણ સેની ટાઇઝ કરવામાં આવશે