શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 7 જુલાઈ 2020 (20:13 IST)

ગુજરાતમાં હાઉસીંગ લોનમાં એનપીએનું પ્રમાણ વધીને 144% થયું

ગુજરાતમાં કોરોના- લોકડાઉનના કારણે લોકોની આવક પર જે મોટો ફયકો પડયો છે તેની સીધ અસર તો હાલ આર્થિક સ્થિતિ પર પડી છે પણ લોકડાઉન પુર્વે પણ ગુજરાતમાં આર્થિક મંદી સહિતની સ્થિતિના કારણે રાજયમાં બેન્ક ધિરાણના રી-પેમેન્ટ સહિતમાં લોકોની આર્થિક સ્થિતિ સારી ન હતી તે નિશ્ચીત થયુ છે અને રાજયમાં 31 માર્ચ 2020ની સ્થિતિએ હાઉસીંગ લોનમાં એનપીએનું પ્રમાણ વધીને 144% થયું છે. ગુજરાતમાં 2018-19માં હાઉસીંગ ક્ષેત્રનુ નોન પર્ફોમીંગ એસેટસ જે લોન-હપ્તા તેના સમયગાળામાં ભરપાઈ થયા નથી તેની કુલ રકમ રૂા.615 કરોડની હતી તે 2019-20માં વધીને રૂા.1502 કરોડનું થયું છે. સ્ટેટ લેવલ બેન્કર્સ-કમીટી દ્વારા આ ડેટા ઉપલબ્ધ બનાવાય છે. રાજયમાં હોમ લોનનું પ્રમાણ 2018-19માં રૂા.66424 કરોડ હતું તે 2019-20માં વધીને રૂા.94200 કરોડ થયુ છે જે 42%નો વધારો થયો છે. રાજયમાં હોમ લોનનું પ્રમાણ 42% વધ્યુ તે એક સારી નિશાની છે પણ તેની સામે એન.પી.એ.માં જે 144%નો વધારો થયો તે પણ ચિંતાજનક છે. જે રાજયમાં મંદીની સ્થિતિ દર્શાવે છે. 2019-20માં વ્યાપારી ચક્ર યોગ્ય રીતે ચાલતું ન હતું તે નિશ્ચીત થયું છે. રાજયમાં જેઓ લઘુ ઉદ્યોગો સૌથી વધુ છે તેનું એનપીએ પણ વધ્યુ છે. વાસ્તવમાં હાઉસીંગ લોનમાં આટલું ઉંચુ એનપીએ અગાઉ કદી જોવા મળ્યું નથી. મહાગુજરાત બેન્ક એમ્લોયી એસો.ના મહામંત્રી શ્રી જનક રાવલ કહે છે કે આર્થિક મંદી, બેરોજગારી જેવી સ્થિતિના કારણે એનપીએ વધ્યુ છે. જે યુવા વર્ગ હોમ લોન લીધી હતી તેમાં નોકરી જવાના કારણે કે આવક ઘટવાના કારણે લોન રીપેમેન્ટ ઘટયું છે અને હવે તેમાં લોકડાઉનની ચિંતા વધશે. આમ વેપારી અને નાના વર્ગની રોજગારી આવક પણ ચિંતાજનક સ્તરે છે.