શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 21 ફેબ્રુઆરી 2021 (09:34 IST)

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી: મતદાન માટે કયા પુરાવાની જરૂર પડશે? જાણો

મતદાનને 2 કલાક પૂર્ણ
 
8 વાગ્યા સુધીમાં અમદાવાદ 4.5 ટકા મતદાન, સુરત 4 ટકા મતદાન, વડોદરામાં 4 ટકા મતદાન
 
ગુજરાતમાં છ મહાનગરપાલિકાઓ માટે મતદાન શરૂ થઇ ગયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, અને ભાવનગરમાં સવારથી જ મતદાતાઓની લાઇન જોવા મળી રહી છે. આ સાથેજ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદમાં છુટક મજૂરી કરનારા લોકો સવારે 7 વાગે જ મતદાન કેંદ્ર પર પહોંચી ગયા હતા. 
 
તો બીજી તરફ 75 વર્ષીય દાદાએ મતદાનની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ સાંસદ અને ધારસભ્ય પણ મતદાન માટે પહોંચ્યા હ્યા. ઘણી જગ્યાએ મતદાન માટે સ્લિપ ન મળતાં મતદાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. તો બીજી તરફ ઘણી જગ્યાએ સોશિયલ ડિસ્ટેસિંગના ધજાગર ઉડતા જોવા મળ્યા હતા. 
 
સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં પરિવાસ સાથે મતદાન કર્યું. મતદાન બાદ તેમણે જણાવ્યું કે, હું લોકોને અપીલ કરું છું કે, આપણે વહેલું મતદાન કરીએ. વધુમાં વધુ મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને જીતાડીએ. ભાજપને 175થી વધુ બેઠકો મળશે. આ વખતે ન ભૂતો ન ભવિષ્યતિ પરિણામ આવશે. મનપાની ચૂંટણીમાં ભગવો લહેરાશે.
 
ગુજરાત મહાનગરપાલિકાના કુલ 575 સીટો માટે 2276 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 577 ભાજપ, 566 કોંગ્રેસ, 91 NCP, 470 AAP અને 353 અન્ય પક્ષો તથા 228 અપક્ષો મેદાનમાં છે. 6 મહાનગરોમાં મતદાન માટે 11 હજાર 121 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ચૂંટણી પંચ મુજબ, 2255 સંવેદનશીલ મતદાન મથકો, જ્યારે 1188 અતિસંવેદનશીલ મતદાન મથકો છે. 
 
ગુજરાતમાં આજે કુલ 1 કરોડ 14 લાખ 66 હજાર 973 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 51 ચૂંટણી અધિકારીઓ સત્તાવાર મદદનીશ ચૂંટણી અધિકારી તૈનાત કરાયા છે. તો 63 હજાર 209 પોલિંગ સ્ટાફ, 32 હજાર 263 પોલીસ જવાનો ચૂંટણી કામગીરીમાં જોડાયા છે. 
મતદાન માટે કયા પુરાવાની જરૂર પડશે?
1 મતદાર ઓળખ કાર્ડ
2 પાસપોર્ટ
3 ડ્રાઇવિંગ લાઇસન્સ
4 પાન કાર્ડ
5 કર્મચારી આઇડેન્ટીટી કાર્ડ
6 દસ્તાવેજોની નકલ
7 જાતિનો દાખલો
8 પેન્શન ઓર્ડર
10 હથિયાર લાઇસન્સ
11 વિકલાંગ પ્રમાણ પત્ર
12 નરેગા જોબ કાર્ડ
13 વિમા યોજના કાર્ડ
14 બેંક પાસબુક
15 આધાર કાર્ડ