અમદાવાદ: ચૂંટણી અધિકારી સાથે રકઝક થતાં મતદાર મત આપ્યા વિના જતો રહ્યો..

Last Modified રવિવાર, 21 ફેબ્રુઆરી 2021 (12:25 IST)
મતદારને મનાવવા અધિકારી બહાર સુધી દોડી આવ્યા..

અમદાવાદ: પાલડી વોર્ડના વિકાસ ગૃહમાં ચાલી રહેલ મતદાન મથકમાં એક યુવક અને તેની બહેન મતદાન કરવા આવ્યા હતા.પોતાનાં નામની નોંધણી કરાવ્યા બાદ યુવકના મોબાઈલ ની રીંગ
અગ્ટ યુવકે ફોન ઉપાડ્યો હતો જેથી ચૂંટણી અધિકારીએ આ તેને ઝાટકી કાઢ્યો હતો અને પોલીસ બોલાવવાની ધમકી આપી હતી જે બાદ યુવક લં ઉગ્ર થયો હતો અને રૂમમાંથી બહાર આવી ચૂંટણી અધિકારીઓને બોલીને બૂમો પાડી રહ્યો હતો જેથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.ચૂંટણી અધિકારીઓ પણ રૂમની બહાર દોડી આવ્યા હતા અને મતદારને મનાવવા પ્રયત્ન કરવા લાગ્યા હતા પરંતુ મતદારે મારે મત નથી આપવો તેમ કહીને બહાર નીકળી ગયો હતો ત્યાં સુધી ચૂંટણી અધિકારીઓએ પણ તેને મનાવ્યો હતો અંતે 2 મતદારો મત આપ્યા વિના જ પરત ફર્યા હતા...


આ પણ વાંચો :