ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 જુલાઈ 2018 (16:08 IST)

વિશાલ અને નેહાની સાથે હોઉ છું ત્યારે એવું લાગે છે કે હું તેમને 100 વર્ષોથી ઓળખું છું - અનુ મલિક

અમદાવાદ, આ વર્ષે,સમગ્ર દેશનો સૌથી મોટો સિંગિગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ માત્ર તેના પ્રભાવશાળી ટેલેન્ટ માટે જ નહીં પરંતુ વિચિત્ર રમૂજી ઘટનાઓના કારણે ફરી એક વખત તેના તેના દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ શોના જજ તરીકે ખ્યાતનામ ગાયક અને સંગીતકાર વિશાલ દાદલાની; લોકપ્રિય ગીતકાર અને યુવા પ્રતિભા નેહા કક્કર અને વરિષ્ઠ ગીતકાર અને સંગીતકાર અનુ મલિક સહિત તમામ દર્શકોનો મનપસંદ મનિષ પોલ શોને હોસ્ટ જઇ રહ્યો છે. શોના તમામ જજ સેટનું વાતાવરણ આનંદિત અને હળવુફુલ બનાવવા માટે કોઇ કસર છોડવા માંગતા નથી. 
 
આવા જ એક ઓડિશનના શૂટિંગ દરમિયાન અનુ મલિક કે જે પોતાની વિલક્ષણ વિનોદવૃતિ અને શાયરીઓ માટે જાણિતો છે, તેણે કહેલા એક જોક્સના કારણે સેટ પરના તમામ લોકો પેટ પકડીને ખડખડાટ હસવા લાગ્યા હતા. આ ઘટનાની શરૂઆત ત્યારે થઇ જ્યારે અનુ મલિકે ‘ઓ ઓ જાને જાના’ ગીતને ખૂબ જ રમૂજી અંદાજમાં કંપોઝ કરવાનુ શરૂ કર્યુ અને તેના કારણે ગંભીર જોવા મળતો જજ વિશાલ દાદલાની તેનું પેટ પકડીને હસવા લાગ્યો. સેટ પર ભાગ્યેજ હસતો જોવા મળતો આ સંગીત ઉસ્તાદ હસવામાં એટલો ઓતપ્રોત થઇ ગયો કે વિશાલ તેની ખુરશીમાંથી નીચે પડી ગયો. આ ઘટનાના કારણે શૂટિંગ 10 મિનિટ માટે અટકાવી દેવાયું અને ક્રૂના તમામ સભ્યોના આશ્ચર્યનો તો પાર ત્યારે ન રહ્યો જ્યારે તેમણે જોયું કે  વિશાલ હજી પણ જમીન પર પેટ પકડીને ખડખડાટ હસી રહ્યો છે. જોકે જ્યારે વિશાલનું હસવાનું બંધ થયુ ત્યારે તેને અહેસાસ થયો કે તેની કોણી પર તેને સામાન્ય ઇજા થઇ છે.

આ ઘટના વર્ણવતા અનુ મલિક જણાવે છે કે,“જ્યારે સિંગરનું ઓડિશન ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતીઅને તે તેના ઊંચા અવાજમાં એક ગીત ગાઇ રહ્યો હતો. આ વખતે જ મે કશુંક કહ્યું અને વિશાલ પેટ પકડીને એટલો ખડખડાટ હસવા લાગ્યો કે તે તેની ખુરશી પરથી નીચે પડી ગયો. તે ખુરશી પરથી સંપૂર્ણ નીચે પડી ગયો હતો અને તેને ઇજા થઇ. કેમેરાની સામે તેણે કહ્યુ કે, અનુએ હમણાં કહ્યું તેના કારણે હું મારું હસવાનું રોકી શકતો નથી અને તે ખડખડાટ હસવા લાગ્યો. આ પ્રકારની ક્ષણો તેની સાથે વિતાવવી ખૂબ જ અદભૂત હતી. મે તેની સામે જોયું અને તે તરત જ સમજી ગયો કે હું શું વિચારી રહ્યો છું અને કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું.”
 
પોતાના સાથી જજ સાથે તે કેવી લાગણી અનુભવે છે તે અંગે જ્યારે અનુને પૂછવામાં આવ્યું ત્યારે અનુ મલિકે જણાવ્યું હતું કે,“જ્યારે હું વિશાલ અને નેહાની સાથે હોઉ છું ત્યારે મને એવું લાગે છે કે હું તેમને 100 વર્ષોથી ઓળખું છું. અમે હવે એક પરિવારની જેવા છીએ. હવે એવું લાગે છે કે જાણે અમે ઇન્ડિયન આઇડલની તમામ સિઝન એક સાથે કરી છે. અમારી વચ્ચે જે પ્રકારનો તાલ-મેલ છે તે ખરેખર અદભૂત છે. પ્રથમ દિવસથી જ અમે એક-બીજા સાથે એક ટીમ તરીકે જોડાઇ ગયા છીએ.”