ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 જુલાઈ 2018 (15:57 IST)

આજથી પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ થી ચેન્નઈ માટે વિશેષ ટ્રેનનો પ્રારંભ

અમદાવાદ, પ્રવાસીઓની વધુ સારી સુવિધા અને ધસારો ઓછો કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ચેન્નઈ સેન્ટ્રલ માટે એક વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
ટ્રેન નં. 06052/06051 અમદાવાદ-ચેન્નઈ સેન્ટ્રલ સાપ્તાહિક વિશેષ ટ્રેન (8 સેવાઓ) 
ટ્રેન નં. 06052 અમદાવાદ ચેન્નઈ સેન્ટ્રલ સાપ્તાહિક વિશેષ ટ્રેન   અમદાવાદથી દર સોમવારે 09.40 કલાકે પ્રસ્થાન કરશે. અને બીજા દિવસે 17.10 કલાકે ચેન્નઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 9 જુલાઇથી 30 જુલાઇ 2018 સુધી દોડશે.
તે મુજબ જ પરતમાં ટ્રેન નં. 06051 ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન ચેન્નઈ થી દર શનિવારે 20.00 કલાકે પ્રસ્થાન કરશે અને સોમવારે 05.45 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 7 જુલાઇથી 28 જુલાઇ સુધી દોડશે. 
આ ટ્રેનમાં એસી 3 ટીયર, સ્લીપર તથા સેકન્ડ ક્લાસ સામાન્ય કોચ રહેશે.
આ ટ્રેન પ્રવાસ દરમિયાન નડીયાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી, બોઇસર, વસઇ રોડ, કલ્યાણ, લોનાવાલા, પુણે, દૌંડ, રાયચૂર, મંત્રાલયમ રોડ, અડોની, ગુંતકલ, ગુટી, તડીપાત્રી, યેરાગુંટલા, કડપ્પા, રાજમપેટા, કોડુરુ, રેનીગુંટા અને અરાકોણમ સ્ટેશનોં પર રોકાશે, જ્યારે ટ્રેન નં. 06052 ને પેરામ્બૂર સ્ટેશન પર વધારાનો હોલ્ટ આપવામાં આવશે.

ટ્રેન નં. 06052 નું બુકીંગ 4 જુલાઇ 2018ના રોજથી તમામ પ્રવાસી આરક્ષણ કેન્દ્રો તથા આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.