અમદાવાદમાં ફરી સુપરમોલ ખુલ્યા, લોકોએ ખરીદી માટે દોડ મૂકી
શહેરમાં ડીમાર્ટ, સ્ટાર બજાર સહિતના મોલ ફરી ખોલવામાં આવ્યા છે. મોલ ખોલવામાં આવતા લોકોએ ખરીદી માટે દોટ મૂકી હતી. થોડા દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ મોલ પર થતી ભીડ દૂર કરવા ખરીદી બંધ કરી હોમ ડિલિવરી જ કરશે તેવી જાહેરાત કરી હતી. વિજય નહેરાની જાહેરાતના થોડા દિવસ પહેલા મોલ બંધ રાખવા સૂચના આપ્યા બાદ ફરીથી ખરીદી માટે ખુલ્લા મુકાયા છે, ઉપરાંત હોમ ડિલિવરી પણ કરવામાં આવે છે. મોલમાં સેનિટાઈઝ કરી પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવે છે.કોરોના વાઈરસનું એપિસેન્ટર અમદાવાદ બન્યું છે. રાજ્યમાં આજે 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. તમામે તમામ કેસો અમદાવાદના છે. આ સાથે જ અમદાવાદ કોરોના વાઈરસનું હોટસ્પોટ બન્યું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ મીડિયાને કોરોના વાઈરસને પગલે ઉદભવેલી સ્થિતિની માહિતી આપી હતી. અમદાવાદમાં આજના 8 કેસમાં 4 આંતર રાજ્યના,3 લોકલ ટ્રાન્સમિશનના અને એક વિદેશી દર્દી છે. એક જ દિવસમાં 8 પોઝિટિવ કેસો સામે આવ્યા છે.