સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 1 એપ્રિલ 2020 (09:57 IST)

April Fool એપ્રિલફૂલ ડે " : હાલના વિકટ સંજોગોમાં અફવા ફેલાવનાર ઉપર કાયદેસર કાર્યવાહી કરાશે

રાજ્યમાં કોરોનાની વૈશ્વિક મહામારીને જોતા હાલ સોશિયલ મીડિયા પર એક અભિયાન છેડવામાં આવ્યુ છે જેમાં 1લી એપ્રિલે કોઈને પણ એપ્રિલ ફુલના મેસેજ નહીં કરવા કે કોઈને એપ્રિલ ફુલ નહીં બનાવવા અપીલ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના લીધે જ્યાં લૉકડાઉનની સ્થિતિ વચ્ચે લોકો આગળ શું થશે એની ચિંતામાં  છે. સ્કૂલ, કોલેજ, વ્યવસાય બંધ છે ત્યાં મજાક નહીં કરવા માટેની અપીલ કરવામાં આવી છે.
નમ્ર વિનંતી આપણે એવા કોઈ એપ્રિલફૂલના મેસેજ ન  કરીએ કે જે મજાકમાં અકુવાનું સ્વરૂપ લઈ લે અને હાલની ગંભીર પરિસ્થિમાં મુશ્કેલીના વધારો  કરે નહી તેનો  ખ્યાલ રાખીને આપણી સામાજીક ફરજ બજાવીએ  .